-
મહિલાએ પતિને રંગરેલીયા મનાવતો ઝડપી પાડ્યો
-
Kelly Smith એ તેના પતિને ગાળો બોલી
-
દરેક લોકો Kelly Smith નો સપોર્ટ કરી રહ્યા છે
Husband Cheating On Wife: હાલ, સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખુબ જ ચર્ચિત બની રહ્યો છે. આ મહિલાને શંકા હતી કે, તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ રાખી રહ્યો છે. પરંતુ આ શંકા સત્ય સાબિત થઈ હતી. કારણ કે… તાજેતરમાં તેણીએ તેના પતિ સાથે શંકાસ્પદ મહિલાને પકડી પાડ્યા હતાં. મહિલાએ તેના પતિ સાથે અન્ય મહિલાને દરિયા કિનારે અંગત પળો માણતા પકડી પાડ્યા હતાં. તો આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
મહિલાએ પતિને રંગરેલીયા મનાવતો ઝડપી પાડ્યો
જોકે આ મહિલાનું નામ Kelly Smith છે. Kelly Smith એ નવ મહિનાથી ગર્ભવતી છે. Kelly Smith એ જ્યારે તેના પતિ અને અન્ય મહિલાને પકડી પાડ્યા હતાં, ત્યારે Kelly Smith એ અન્ય મહિલાને પૂછ્યું હતું કે, હું આ વ્યક્તિની પત્ની છું અને છેલ્લા નવ મહિનાથી ગર્ભવતી છું, તું કોણ છે. ત્યારે તેના પતિને Kelly Smith ને અટકાવતા કહ્યું હતું કે, ના… આપણા છૂટાછેડા થઈ ગયા છે. હવે, આપણે સાથે રહેતા નથી. ત્યારે Kelly Smith એ આ વાતને નકારી કાઢી હતી. Kelly Smith એ કહ્યું હતું કે, આ તદ્દન ખોટું છે. અત્યારે પણ હું તું મારી સાથે ઘરે રહે છે.
આ પણ વાંચો: તસ્કરોએ સાધુનો વેશ કર્યો ધારણ, ગ્રામજનોએ મેથી પાક ચખાડ્યો, જુઓ વીડિયો
Kelly Smith એ તેના પતિને ગાળો બોલી
Kelly Smith એ દરિયા કિનારે તેના પતિને ખરાબ ગાળો પણ બોલી હતી. પરંતુ ત્યારે આ વીડિયોમાં તેનો પતિ જોવા મળતો નથી. ત્યારે માત્ર અન્ય મહિલા જ જોવા મળી રહી છે. ત્યારે Kelly Smith ને ઘટનાસ્થળ પર હાજર મહિલા કહે છે કે, મને આ વાતની ખબર ન હતી. હું આના માટે તમારી માફી માગું છું. આમા તમારો કોઈ વાંક નથી. ત્યારબાદ આ વીડિયો પૂર્ણ થઈ જાય છે. તો આ વીડિયો Kelly Smith એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કર્યો હતો.
દરેક લોકો Kelly Smith નો સપોર્ટ કરી રહ્યા છે
ત્યારે આ વીડિયો પણ અનેક લોકોને પોતાના મંતવ્યો આપ્યા છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં દરેક લોકો Kelly Smith નો સપોર્ટ કરી રહ્યા છે. તે ઉપરાંત અન્ય લોકો જે અન્ય મહિલા વીડિયોમાં દેખાઈ રહી છે, તેની પ્રશંસા કરી રહ્યા છે. કારણ કે.. તેણી Kelly Smith ની માફી માગે છે. ત્યારે હવે, આ વીડિયો સોશિયલ મીડિયા પર દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.
આ પણ વાંચો: ભારતમાં રેવ પાર્ટીનો ક્રેઝ! દારૂ, ડ્રગ્સ અને હુક્કાના નશામાં ધૂત યુવા પેઢી