Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? હવામાન વિભાગની આગાહી

05:29 PM Jun 06, 2023 | Hiren Dave

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. આ સંકટનું નામ છે બિપોરજોય વાવાઝોડું. આગામી 12 કલાકમાં વાવાઝોડું સક્રિય બનવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિમ પૂર્વ અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે દરિયાકિનારાના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તાકાતને લોકો હજી પણ ભૂલ્યા નથી. ત્યારે બિપોરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે.બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર બાદ જ ખબર પડશે. તેના પર હાલ સતત નજર રાખી રહ્યાં છે. તેના બાદ જ કોઈ ચોક્કસ આગાહી કરી શકીશું.

હાલમાં તમામ પૉર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના પુરેપુરી છે. અત્યારે દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં તમામ પૉર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 9 અને 10 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર શું અસર થશે
ગુજરાત પર વાવઝોડાનો ખતરો કેટલો રહેશે તે વિશે હવામાન વિભાગના ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, હાલ તો અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, આગામી 25 કલાકમાં લો પ્રેશર બનશે અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. સર્ક્યુલેશન લો પ્રેશર બનશે તે પછી તે વાવાઝોડું બનીને ત્રાટકશે કે નહીં તે નક્કી થતું હોય છે. લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે. લો પ્રેશર બન્યા બાદ તે વાવાઝોડું બનશે કે નહીં બને તે સહિતની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે.

આ પણ  વાંચો –બિહાર બ્રિજમાં મોટાપાયે થયો છે ભ્રષ્ટાચાર: SANJAY SARAOGI