Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nagarjuna ના કન્વેન્શન સેન્ટર પર ચાલ્યું બુલડોઝર, હાઈકોર્ટમાં કરી અરજી

09:41 PM Aug 24, 2024 |
  • નાગાર્જુન N Convention માટે હાઈકોર્ટમાં અરજી કરી

  • હાઈકોર્ટે બિલ્ડિંગ પાડવા પર વચગાળાનો સ્ટે આપ્યો

  • બિલ્ડિંગ તોડ્યા પહેલા નોટિસ જારી કરાઈ ન હતી

N-Convention Centre : હૈરદાબાદમાં સરકારી આધિકારીઓએ આજરોજ હૈદરાબાદમાં આવેલા માધાપુર વિસ્તારમાં અભિનેતા નાગાર્જુનના એક N Convention ને તોડી પાડવાની કામગીરી શરું કરવામાં આવી છે. જોકે N Convention પર આરોપ હતો કે, N Convention એ Timmidkunta Lake પાસે ગેરકાયદેસર રીતે જપ્ત કરવામાં આવેલી જમીન પર નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે અભિનેતા નાગાર્જુને તેલંગાણા હાઈકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી છે.

નાગાર્જુન N Convention માટે હાઈકોર્ટમાં અરજી કરી

તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નાગાર્જુન N Convention ને તોડી પાડવાની કામગીરી પર રોક લગાવવાની માગ કરી છે. જોકે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા N Convention ને તોડી પાડવાની કામગીરી પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. તો આ ઘટના અંગે નાગાર્જુને સંપૂર્ણ મામલે X પર પોસ્ટ કરી છે. તો એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદ રિસ્પાંસ એન્ડ એસેટ પ્રોટેક્શન એજેન્સી (HYDRAA) એ ગ્રેટર હૈદરાબાદ નગરપાલિકા (GHMC), ટાઉન પ્લાનિંગ, સિંચાઈ અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ તળાવનું ‘ફુલ ટાંકી લેવલ’ (FTL)/બફર લેવલ ચેક કર્યું છે. આ વિસ્તારમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અભિનેત્રીએ Bold અને Sex Scenes કરવા પર મૌન તોડ્યું

હાઈકોર્ટે બિલ્ડિંગ પાડવા પર વચગાળાનો સ્ટે આપ્યો

N Convention FTL/બફર વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે, જ્યાં કોઈપણ પ્રકારના બાંધકામની પરવાનગી નથી. યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા પછી સત્તાવાળાઓની સૂચનાઓ પર આજે સવારે Timmidkunta Lake ખાતેના અનધિકૃત બાંધકામને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું હતું. તેલંગાણા હાઈકોર્ટે તોડી પાડવા પર વચગાળાનો સ્ટે આપ્યો છે. આ કાર્યવાહી અંગે, નાગાર્જુને કહ્યું કે N Convention Center પર કરાયેલા ગેરકાયદેસર કામદીરીથી તેમને દુઃખ થયું છે, જે હાલના સ્ટોપ ઓર્ડર અને કોર્ટ કેસની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા માટે કેટલાક તથ્યો જણાવવા માટે આ નિવેદન જારી કરી રહ્યા છે.

બિલ્ડિંગ તોડ્યા પહેલા નોટિસ જારી કરાઈ ન હતી

અભિનેતાએ કહ્યું કે તેણે કાયદાનું ઉલ્લંઘન કરતું કોઈ કૃત્ય કર્યું નથી. તેઓએ એક ઇંચ પણ જમીનનું અતિક્રમણ કર્યું નથી. અભિનેતાએ કહ્યું કે બિલ્ડિંગ તોડ્યા પહેલા કોઈ નોટિસ જારી કરવામાં આવી ન હતી. કાયદાનું પાલન કરનાર નાગરિક તરીકે જે અદાલતમાં કેસ પડતર છે, તે અદાલતે જો મારી વિરુદ્ધ ચુકાદો આપ્યો હોત, તો હું મારી જાતે તોડી પાડત. અમારા દ્વારા ખોટા બાંધકામ અથવા અતિક્રમણ અંગેની કોઈપણ જાહેર ગેરસમજને દૂર કરવાના ઉદ્દેશ્યથી હું આ હકીકત રજૂ કરી રહ્યો છું.

આ પણ વાંચો: Justin Bieber ના લગ્નજીવનમાં 6 વર્ષ બાદ દીકરાની કીલકારી ગુંજી