Amreli : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. આ વખતે અમરેલી ( Amreli) બેઠક પણ કશ્મકશભરી જોવા મળી રહી છે કારણ કે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર અમરેલી બેઠક પર જ સૌથી ઓછું મતદાન થયું છે જેથી ભાજપ અને કોંગ્રેસ કોણ જીતશે તે વિશે ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.
અમરેલીના મતદારોનો મિજાજ કોની તરફ રહ્યો છે તેની પર સહુની નજર
મતદાન પૂર્ણ થયું છે ત્યારે અમરેલીના મતદારોનો મિજાજ કોની તરફ રહ્યો છે તેની પર સહુની નજર છે કારણ કે મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન આ જ બેઠક પર થયું છે. જો કે ભાજપ દાવો કરે છે કે સૌથી ઓછુ મતદાન થયું હોવા છતાં કમિટેડ વોટ તો તેને જ મળ્યા છે.
કોંગ્રેસના જેની ઠુમ્મર વર્સીસ ભાજપના ભરત સુતરિયા વચ્ચે લડાઇ
અમરેલીમાં કોંગ્રેસના જેની ઠુમ્મર વર્સીસ ભાજપના ભરત સુતરિયા વચ્ચે લડાઇ છે. જેનીબેન ઠુમ્મર કોંગ્રેસના જૂના જોગી વિરજી ઠુમ્મરના પુત્રી છે. બીજી તરફ ભાજપમાં પ્રચારનું સુકાન કૌશિક વેકરિયા-મહેશ કસવાલા પાસે હતું અને ભાજપને ફાયદો એ હતો કે અમરેલી લોકસભાની પાંચ વિધાનસભા બેઠક પર કમળ ખિલેલું છે.
અંબરીશ ડેર કોંગ્રેસથી ભાજપમાં આવ્યા પછી આ પહેલી ચૂંટણી
મહત્વની વાત એ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેર કોંગ્રેસથી ભાજપમાં આવ્યા પછી આ પહેલી ચૂંટણી હતી અને તેથી
રાજુલા, સાવરકુંડલા, મહુવામાં અંબરીશ ડેર હાવી રહ્યાં કે નહીં? તેની પર પણ સહુની નજર રહી છે.
વોટીંગના રેશિયા અને પરિણામને કોઇ લેવાદેવા નથી
વિજય ચૌહાણે કહ્યું કે છેલ્લી 3 ચૂંટણીમાં 2014 પછી ભાજપનું પલડું ભારે રહ્યું છે. જે વોટીંગ થયું છે તેમાં 5 ટકાનો લોસ થયો છે. આ વખતે માત્રને માત્ર ભાજપના કાર્યકરો જ કામ કરતા હતા. આણ તો જે આગેવાનો લડતાં હોય તેમનું પર્સનલ ગૃપ કામ કરતું હોય છે. કોંગ્રેસમાં 2 ભાગ પડી ગયા હતા. પરેશ ધાનાણી રાજકોટ જતા રહ્યા હતા. પ્રતાપ દૂધાતે પ્રચારમાં સારુ હેન્ડલ કર્યું. બંને પક્ષ જીતવાનો દાવો કરે છે. મતદારો બહાર રહે છે. વોટીંગના રેશિયા અને પરિણામને કોઇ લેવાદેવા નથી.
આ પણ વાંચો—-– Sabarkantha બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ
આ પણ વાંચો—- Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?