Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ELECTION 24 : બુકીઓના મતે ભાજપ હાલ કેટલી બેઠકો જીતશે ?

01:00 PM Apr 08, 2024 | Vipul Pandya

ELECTION 24 : લોકસભાની ચૂંટણી (ELECTION 24) ના મંડાણ થઇ ચુક્યા છે. દેશમાં સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી (ELECTION 24) માટે અલગ અલગ રાજ્યોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે અને હાલ ત્યાં રાજકીય પક્ષોના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર પણ ચાલી રહ્યો છે ત્યારે આ વખતે કોણ ચૂંટણી જીતશે તેના પર દરેક દેશવાસીઓની મીટ મંડાઇ છે. અમે આપને જણાવી રહ્યા છીએ કે ગુજરાતમાં અને દેશમાં સટ્ટા બજારમાં હાલના તબક્કે કોણ ફેવરિટ છે. જો કે હજું સટ્ટો શરુ થયો છે અને ઘણી ઉથલ પાથલ આગામી સમયમા જોવા મળી શકે છે.

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે રંગ પકડી રહ્યો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે જ્યાં પહેલા અને બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ફોર્મ ભરાઇ રહ્યા છે. નેતાઓની સભાઓ અને રોડ શો તથા રેલી યોજાઇ રહ્યા છે. ભાજપે આ વખતે અબ કી બાર 400 પારનો નારો આપ્યો છે અને બૂથ લેવલ સુધીની તૈયારીઓ કરી છે. સામે ઇન્ડી ગઠબંધન પણ કોઇ પણ ભોગે ચૂંટણીમાં બેઠકો જીતવા મહેનત કરી રહ્યું છે.

સટ્ટા બજાર પણ લોકસભાની ચૂંટણી પર નજર રાખી રહ્યું છે

લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ પ્રકારના સર્વે પણ બહાર આવી રહ્યા છે અને ક્યા ગઠબંધનને કેટલી સીટો મળશે તેનું અનુમાન થઇ રહ્યું છે ત્યારે સટ્ટા બજાર પણ લોકસભાની ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. બુકીઓ સતત અભ્યાસ કરીને કયા રાજકીય પક્ષને કેટલો ફાયદો મળી શકે છે તેની પર નજર રાખી રહ્યા છે.

ગુજરાતમાં તમામ 26 બેઠક ભાજપ જીતશે

સટ્ટા બજારના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સટ્ટા બજારમાં ચૂંટણીનો જંગ જીતવા માટે હાલ ભાજપ હોટ ફેવરિટ મનાઇ રહ્યું છે. બુકીઓના મતે ભાજપ હાલ વીનીંગ પોઝીશનમાં છે. સટ્ટા બજારમાં અનુમાન છે કે ગુજરાતમાં તમામ 26 બેઠકો મળીને ભાજપ દેશમાં 319 બેઠકો એકલા હાથે જીતશે.

હવે ભાજપ એકલા હાથે 319 બેઠકો જીતશે તેવું અનુમાન

જો કે હજું હમણાં જ લોકસભાની ચૂંટણી માટે સટ્ટા બજાર સક્રિય થયું છે અને આગામી સમયમાં ઘણી ઉથલ પાથલ પણ જોવા મળી શકે છે. બુકી બજારે પ્રારંભમાં ભાજપ 333 બેઠક જીતશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો પણ હવે ભાજપ એકલા હાથે 319 બેઠકો જીતશે તેવું અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે.

ગુજરાતની આ બેઠકો પર બુકીઓની નજર

ગુજરાતમાં અમુક બેઠકો એવી છે જેના પર બુકીઓને ભારે રસ પડ્યો છે અને તેની પર પણ નજર રાખી રહ્યા છે. આ બેઠકોમાં બનાસકાંઠા, ભરુચ અને અમરેલી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ તથા આપના ઉમેદવાર વચ્ચે જોરદાર જંગ જામશે તેમ સટ્ટા બજાર માની રહ્યું છે. બુકી બજારમાં અલગ અલગ રાજ્યવાર ક્યો પક્ષ જીતશે કે નહી જીતે તેના પણ ભાવ ખુલ્યા છે.

આ પણ વાંચો—– Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો—- Congress ની ફરી ફજેતી!, રાહુલની રેલીમાં કોંગ્રેસના બેનરમાં BJP નેતાનો ફોટો…

આ પણ વાંચો—- Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે