Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TPO મનસુખ સાગઠીયાની કાળી કરતૂતોનો ક્યારે આવશે અંત? અગ્નિકાંડ બાદ હવે મહાજમીનકાંડ આવ્યું સામે

02:47 PM Jul 24, 2024 | Harsh Bhatt
  • રાજકોટમાં મનસુખ સાગઠીયાનું વધુ એક કૌભાંડ આવ્યું સામે
  • સાગઠીયાનું અગ્નિકાંડની જેમ મહાજમીનકાંડ આવ્યું સામે
  • સૌરાષ્ટ્ર યુનિ.ની સરકારી 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધી
  • 1547 ચોરસ મીટર જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી

રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકન્ડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું.રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની ભૂંડી કરતૂતો બહાર આવી હતી.અત્યાર સુધીમાં પૂર્વ TPO મનસુખ સાગઠીયાની કરોડો રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિનો પર્દાફાશ થયો છે.હવે મનસુખ સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.હવે સાગઠીયાનું અગ્નિકાંડની જેમ મહાજમીનકાંડ સામે આવ્યું છે.મળતી માહિતીના અનુસાર, પૂર્વ TPO મનસુખ સાગઠીયાએ સૌરાષ્ટ્ર યુનિ.ની સરકારી 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધી છે.હવે રાજકોટના અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠીયાનું નામ આ મહાજમીન કૌભાંડમાં સામે આવ્યું છે.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

અગ્નિકાંડ બાદ હવે સાગઠીયાનું મહાજમીનકાંડ

રાજકોટના TRP મોલમાં જે અગ્નિકાંડનો બનાવ બન્યો હતો તેના સંદર્ભમાં પૂર્વ TPO મનસુખ સાગઠીયા પોલીસના નજરમાં આવ્યો હતો.પરંતુ જેમ જેમ દિવસો આગળ વધતા ગયા તેમ તેમ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના કાળા કામોનું લિસ્ટ લોકોના સામે આવતું થયું હતું. હવે આ લાંચિયા મનસુખ સાગઠીયાના નામ સાથે વધુ એક કૌભાંડનું નામ જોડાયું છે.સાગઠીયાના આ મહાજમીન કાંડમાં તેને સૌરાષ્ટ્ર યુનિ.ની સરકારી 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.સાગઠીયાએ 1547 ચોરસ મીટર જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી1547 ચોરસ મીટર જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી દીધી હતી.સાગઠીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની આ જમીન રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખને જમીન ફાળવી દીધી.આ બાબતમાં અહી અગત્યની વાત તો એ છે કે, યુનિ.દ્વારા અનેક ફરિયાદો આ વિષયમાં કરાઇ હતી, છતા તંત્ર દ્વારા આ બાબતએ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી.મળતી માહિતીના અનુસાર,
55 વર્ષ પહેલા કલેક્ટરે યુનિવર્સિટીને જમીન ફાળવી હતી.

અગાઉ પણ બિલ્ડર પાસે સાગઠીયાએ 1 કરોડ રુપિયાની માગ કરી હતી

પૂર્વ TPO મનસુખ સાગઠીયાના નામ અત્યાર સુધીમાં ઘણા કૌભાંડમાં આગળ આવ્યું છે.પહેલા પણ રાજકોટ મહાનગપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયા મામલે કૃતિ ઓનીલાના બિલ્ડર ટી. ડી.પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. તેમણે ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે મનસુખ સાગઠિયાએ પ્લાન પાસ કરવા માટે લાખો રુપિયા માંગ્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે સાગઠીયાએ જમીન કપાત ના કરવા માટે 1 કરોડ રુપિયાની માગ કરી હતી.બિલ્ડરે આરોપ લગાવ્યો કે 1 કરોડની માગ કર્યા બાદ આખરે 80 લાખ રુપિયામાં ડીલ ફાઇનલ થઇ હતી. તેમણે આરોપ લગાવ્યો કે મનસુખ સાગઠિયા પર રાજકિય ઓથ છે. મનસુખ પાસે 500 કરોડથી વધુ નાણાં છે.

આ પણ વાંચો : Rajkot : બિલ્ડરનો મનસુખ સાગઠીયા સામે સનસનીખેજ આરોપ…