Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એન્ટિગુઆમાં પ્રેક્ટિસ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમે વોર્નને આપી શ્રદ્ધાંજલિ

05:59 AM Apr 25, 2023 | Vipul Pandya

વિશ્વના મહાન સ્પિનરોમાંથી એક ઓસ્ટ્રેલિયાના શેન વોર્નનું નિધન થયું છે. શેન વોર્ને શુક્રવારે 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. વોર્ન થાઈલેન્ડના કોહ સામુઈમાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શેન વોર્નનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. 
વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમોએ વોર્નને શ્રદ્ધાંજલિ આપી છે. એન્ટિગુઆમાં પ્રેક્ટિસ મેચ પહેલા વોર્નને આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓએ વોર્નના સન્માનમાં એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે.

52 વર્ષીય શેન વોર્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક, ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ રમ્યા અને 708 વિકેટો લીધી. તે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પછી ટેસ્ટ ક્રિકેટમાં બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. વનડેમાં 194 મેચમાં 293 વિકેટ લેવાનો રેકોર્ડ તેમના નામે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તેમના ખાતામાં 1,319 વિકેટ હતી. 
2008માં IPLની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સે વોર્નની કેપ્ટનશિપમાં ખિતાબ જીત્યો હતો. વોર્ને 1992માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને રવિ શાસ્ત્રીના રૂપમાં વોર્નને પ્રથમ ટેસ્ટ વિકેટ મળી હતી. વોર્ને 15 વર્ષ સુધી ક્રિકેટના મેદાન પર રાજ કર્યું.
શેન વોર્ને 1992માં ભારત સામે સિડની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સ્પિનના જાદુગર તરીકે પોતાની ઓળખ બનાવનાર શેન વોર્નને હંમેશા ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન ન બનાવવાનો અફસોસ રહેતો હતો. જોકે, તેમણે IPLની પહેલી જ સીઝનમાં સૌથી નબળી ટીમ ગણાતી રાજસ્થાન રોયલ્સને ટાઈટલ જીતાડીને પોતાને સાબિત પણ કરી દીધી હતી.  
શેન વોર્ન વિશ્વના મહાન ક્રિકેટર હતા. તેમને સ્પિનના જાદુગર કહેવામાં આવતા હતા. શેન વોર્ને પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2007માં રમી હતી. તે 1999માં ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન પણ બન્યા હતા, પરંતુ તેમને ક્યારેય કેપ્ટન બનવાની તક મળી ન હતી.  
વોર્ને પોતાની છેલ્લી ટ્વીટ 12 કલાક પહેલા કરી હતી. આ ટ્વીટમાં તેમણે રોડ મોર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતુ કે, તે અમારી રમતના મહાન ખેલાડી હતા. તેમણે ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓને પ્રેરણા આપી છે.