-
મહિલા પત્રકારે Vistara Airlines પર આરોપ લગાવ્યા
-
તમે લોકો પર ખોરાકની પસંદગીઓ થોપી રહ્યા છો?
-
ભોજન આપવાની પ્રક્રિયા GDS દ્વારા નિર્માણ કરવામાં આવી
Vistara Airlines meal : ફરી એકવાર Vistara Airlines વિવાદનું કારણ બની છે. તેની પાછળ Vistara Airlines માં આપવામાં આવતું ભોજન છે. Vistara Airlines પણ એક પત્રકાર દ્વારા ભોજનનો વર્ગ નક્કી કરવા પર આરોપ લગાવવામાં આવ્યો છે. કારણ કે… આ મહિલા જ્યારે Vistara Airlines માં મૂસાફરી કરી રહી હતી. ત્યારે તેને ભોજનમાં અનોખી વાત જોવા મળી હતી. કારણ Vistara Airlines માં શાકાહારી અને માંસાહારીના સ્થાને અલગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
મહિલા પત્રકારે Vistara Airlines પર આરોપ લગાવ્યા
તાજેતરમાં Journalist Aarti Tikoo Singh એ શ્રીનગરથી જમ્મુ માટે વિસ્તારા એરલાયન્સમાં ટિકટ બુક કરાવી હતી. તો મુસાફરી દરમિયાન જ્યારે Vistara Airlines માં તેણીએ ભોજનનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ ત્યારે તેને એક આનોખી વાત જાણવા મળી હતી. Vistara Airlines માં vegetarian ને હિન્દુ ભોજન અને Non-vegetarian ને મુસ્લિમ ભોજન તરીકે નામ આપવામાં આવ્યું છે. એટલે કે, તમને જ્યારે ભોજનની ચિઠ્ઠી આપવામાં આવે છે, તેમાં વાનગીનું નામ નહીં, પરંતુ Hindu meal અથવા Moslem meal લખીને આવે છે. તો Journalist Aarti Tikoo Singh આ પ્રકારની Airlines વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.
આ પણ વાંચો: IndiGo Flight માં યુવતીએ બોયફ્રેન્ડને લગ્ન માટે કર્યો ઈઝહાર, જુઓ વીડિયો
તમે લોકો પર ખોરાકની પસંદગીઓ થોપી રહ્યા છો?
Hello @airvistara, why the hell is vegetarian meal called “Hindu meal” and chicken meal called “Muslim meal” on your flights? Who told you that all Hindus are vegetarian and all Muslims are non-vegetarian? Why are you thrusting food choices on people? Who authorised you to do… pic.twitter.com/46w4avU7Vs
— Aarti Tikoo Singh (@AartiTikoo) August 27, 2024
તે ઉપરાંત Journalist Aarti Tikoo Singh એ આરોપ લગાવ્યો છે કે, આ પ્રકારની Airlines લોકોમાં ભોજનના માધ્યમથી જાતિવાદ ફેલાવે છે. તે ઉપરાંત Journalist Aarti Tikoo Singh એ X પર લખીને જણાવ્યું હતું કે, કોણે કહ્યું કે, તમને કે બધા હિન્દુ માત્ર vegetarian ખોરાક ખાય છે. અને મુસ્લિમો બધા માત્ર Non-vegetarian ખોરાક ખાય છે. શા માટે તમે લોકો પર ખોરાકની પસંદગીઓ થોપી રહ્યા છો? આ કરવા માટે તમને કોણે પરવાનગી આપી છે?
ભોજન આપવાની પ્રક્રિયા GDS દ્વારા નિર્માણ કરવામાં આવી
These are standard international meal codes used globally across GDS-based airlines, not just by Vistara. However I do think IATA or whoever needs to update / modernize these outdated and at times somewhat puzzling meal codes. https://t.co/QLO9BlutZB
— Sanjiv Kapoor (@TheSanjivKapoor) August 27, 2024
જોકે આ ઘટના પર Sanjiv Kapoor (પૂર્વ CEO-designate of Jet Airways) એ જણાવ્યું છે કે, આ પ્રકારે ભોજન આપવાની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય સ્તરે GDS દ્વારા નિર્માણ કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની પરંપરાને હવે બદલવાની જરૂર છે. તેના માટે IATA (International Air Transport Association) નિર્ણય લેવો જોઈએ. જોકે Sanjiv Kapoor ઉપરાંત અનેક વ્યક્તિઓએ આ વાયરલ પોસ્ટ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
આ પણ વાંચો: 3 વાર ગર્ભપાત બાદ 10 મહિનામાં 3 બાળકોને આપ્યો જન્મ, જુઓ વીડિયો