+

Vinesh Phogat એ ભાવુક પોસ્ટ કરી પોતાની સંઘર્ષતાની ગાથાનું કર્યું વર્ણન

Vinesh Phogat એ પોતાની સંધર્ષ ગાથાનું વર્ણન કર્યું હું મારી જાતને 2032 સુધી રમતી જોઈ શકીશ CAS એ વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે Vinesh Phogat Emotional Post: તાજેતરમાં ભારતીય…
  • Vinesh Phogat એ પોતાની સંધર્ષ ગાથાનું વર્ણન કર્યું

  • હું મારી જાતને 2032 સુધી રમતી જોઈ શકીશ

  • CAS એ વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે

Vinesh Phogat Emotional Post: તાજેતરમાં ભારતીય કુસ્તીબાજ Vinesh Phogat એ સોશિયલ મીડિયાપર પોસ્ટ શેર કરી છે. Vinesh Phogat એ પોસ્ટ કરીને પોતાનું દુ:ખ અને સંઘર્ષ ગાથાનું વર્ણન છે. ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટને 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ફાઈનલ મેચમાંથી બહાર કરવામાં આવી હતી. તેમણે પોતાની કુસ્તીબાજી, અનિશ્ચિત ભવિષ્ય અને 2032 સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંકને લઈ પોસ્ટ શેર કરી છે. તે ઉપરાંત Vinesh Phogat એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે તેમને Paris Olympics 2024 માં તેમને સમર્થન આપ્યું હતું.

હું મારી જાતને 2032 સુધી રમતી જોઈ શકીશ

કુસ્તીબાજ Vinesh Phogat એ પોસ્ટ જણાવ્યું છે કે, પોતાના શરૂઆતના સપાનાઓ, પિતાની આશા અને તેની માતાના સંઘર્ષને યાદ કર્યા છે. પતિ સોમવીરને દરેક ઉતાર-ચઢાવમાં સાથ આપવાનો શ્રેય આપ્યો. કદાચ અલગ-અલગ સંજોગોમાં હું મારી જાતને 2032 સુધી રમતી જોઈ શકીશ, કારણ કે મારામાં લડાઈ અને કુસ્તી હંમેશા જીવિત રહેશે. હું આગાહી કરી શકતી નથી કે ભવિષ્યમાં મારા માટે શું છે અને આ યાત્રામાં આગળ શું છે, પરંતુ મને ખાતરી છે કે, હું જે માનું છું અને જે સાચું છે તેના માટે હું હંમેશા લડતી રહીશ.

આ પણ વાંચો: PM Modi meets Olympians : ઓલિમ્પિક્સ હીરો શ્રીજેશ સાથે PM મોદીની ખાસ વાતચીત, Video

CAS એ વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે

14 ઓગસ્ટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ જાહેરાત કરી કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ તેની સિલ્વર મેડલની આશા પણ તૂટી ગઈ હતી. 7 ઓગસ્ટની સવારે સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામેની તેણીની ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેચ પહેલા, તેણીનું વજન 100 ગ્રામ વધારે હતું. આ પછી તેને અયોગ્ય જાહેર કરવામાં આવ્યી હતી. વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી.

આ પણ વાંચો: વિનેશ ફોગાટની મેડલની આશા હજુ જીવંત! CASના નિર્ણય બાદ હવે આ છે નવો રસ્તો

Whatsapp share
facebook twitter