-
Stree 2 ની સફળતા માટે એક પાર્ટીનું આયોજન કરાયું
-
પાર્ટીમાં તમન્ના-વિજય એકસાથે ડાન્સ કરી રહ્યા છે
-
Tamannaah Bhatia ની પણ ફિલ્મ રિલીઝ થઈ છે
Tamannaah Bhatia dances: 14 Aug ના રોજ સિનેમાઘરોમાં Stree 2 રિલીઝ થઈ છે. ત્યારે હોરર કોમેડી ફિલ્મ Stree 2 એ પાંચ દિવસમાં બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. આ બહુચર્ચિત ફિલ્મની સક્સેસ પાર્ટીનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના તમામ કલાકારોએ ભાગ લીધો હતો. હવે આ પાર્ટીના ઘણા અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
Stree 2 ની સફળતા માટે એક પાર્ટીનું આયોજન કરાયું
સોશિયલ મીડિયા પર સૌથી વધુ જે બે વીડિયો વાયરલ થયા છે. તે બંને વીડિયોમાં Stree 2 ના ગીત પર બે ખાસ વ્યક્તિઓ ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી Tamannaah Bhatia, શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ 3 અભિનેત્રીઓ સંપૂર્ણપમે ડાન્સમાં મગ્ન છે. તો બીજી તરફ તેમની આપપાસ આવેલા બધા લોકો Tamannaah Bhatia ને જોઈને શોર કરી રહ્યા છે. તો આ પાર્ટીને વધુ ચર્ચીત બનાવવા માટે Tamannaah Bhatia નો બોયફ્રેન્ડ પણ સાથે આવ્યો હતો.
આ પણ વાંચો: બોલીવૂડની બેબો કાતિલની શોધમાં બની કાતિલ હસિના, ફિલ્મનું ટીઝર રિલીઝ
Exclusive!
.@tamannaahspeaks Vibing With @ShraddhaKapoor And @kritisanon For #AajKiRaat Song From #Stree2 Success Party!#TamannaahBhatia #Tamannaah #ShraddhaKapoor #KritiSanon pic.twitter.com/HliHzOcoLb
— Team Tamannaah ︎ (@TeamTamannaah) August 20, 2024
પાર્ટીમાં તમન્ના-વિજય એકસાથે ડાન્સ કરી રહ્યા છે
ત્યારે Tamannaah Bhatia અને તેનો બોયફ્રેન્ડ વિજય વર્મા પાર્ટીમાં સાથે આવ્યા હતાં. તો પાર્ટીમાં વિજય વર્મા ગર્લફ્રેન્ડ Tamannaah Bhatiaના ડાન્સને જોઈને તાળીઓ અને સીટી વગાડી રહ્યો છે. તે પછી Tamannaah Bhatia-વિજય વર્મા એકસાથે ડાન્સ કરી રહ્યા છે. જોકે આ જોડી ઘણા સમયથી બોલીવૂડની સૌથી ચર્ચીત જોડીમાં સ્થાન મેળવ્યું છે. તે ઉપરાંત આ પાર્ટીમાં ફિલ્મ Stree 2 ના અન્ય કલાકારો પણ આવ્યા હતાં. તેઓ પણ ડાન્સ કરીને ફિલ્મની સફળતાનો આનંદ લઈ રહ્યા હતાં.
Tamannaah Bhatia ની પણ ફિલ્મ રિલીઝ થઈ છે
તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘Stree 2’ રોકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં એક આઈટમ સોંગ ‘આજ કી રાત’ છે, જેમાં Tamannaah Bhatia એ મુખ્ય ભૂમિકા અદા કરી છે. આ ગીત પાર્ટીમાં વારંવાર સંભળવા મળ્યું હતું. તો આ ગીત ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. Tamannaah Bhatia ની વાત કરીએ તો તેનો કેમિયો પણ ‘વેદા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ‘Stree 2’ની સાથે સિનેમાઘરોમાં પણ રિલીઝ થઈ છે.
આ પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર Mohanlal હોસ્પિટલમાં દાખલ, શૂટિંગ દરમિયાન બગડી તબિયત…