- સરાજાહેર કાકાએ ભત્રિજા પર જીવલેણ હુમલો કર્યો
- યુવકેને બચાવવા કોઈ વ્યક્તિ આગળ ન આવ્યું
- પોલીસે આરોપીની ધરપકડ ગણતરીના કલાકોમાં કરી
Mirzapur Viral Video : Uttar Pradesh ના મિર્ઝાપુરના રસ્તાઓ પર આજે સરાજાહેર ખુનીખેલ જોવા મળ્યો હતો. મિર્ઝાપુરના આ રસ્તા પર એક કાકાએ પોતાના ભત્રિજાને મોતને હવાલે કરવાનો નિર્ણય બનાવ્યો હતો. જોકે અંગત અદવતમાં ભત્રિજાને કાળ બનીને કાકા આવ્યા હતાં. ત્યારે આ પ્રકારની ઘટનાથી ઉત્તર પ્રદેશ અને મિર્ઝાપુરની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. તે ઉપરાંત આ ખુનીખેલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સરાજાહેર કાકાએ ભત્રિજા પર જીવલેણ હુમલો કર્યો
આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં આવેલા કોતવાલી ગ્રામીણ વિસ્તારના સરૈયા ગામનો છે. તો જમીન વિવાદના કારણે કાકાએ પોતાના જ ભત્રીજા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. 29 ઓગસ્ટની સાંજે પોતાની બાઈક લઈને અમૃતપાલ જતો હતો. ત્યારે બજારમાં તેના કાકા લાલચંદે તેને રોક્યો હતો. અને તુરંત તેની ઉપર છરીના ઘા ઝીંક્યા હતાં. એક પછી એક કાકા અનેક છરીના ઘા ભત્રિજાના પેટમાં કર્યો હતા. જેના કારણે રસ્તા પર ખુબ જ લોહી વહી ગયું હતું.
આ પણ વાંચો: મિત્રોએ મિત્રની પત્નીને જોઈને કર્યો મોટો ખુલાસો, મિત્રોએ ભાભી સાથે…..
ये कोई फ़िल्म की शूटिंग नहीं है
मिर्ज़ापुर में बीच सड़क पर युवक को चाकू मारते वीडियो वायरल।
वीडियो देहात कोतवाली क्षेत्र के जीवती गांव का बताया जा रहा है pic.twitter.com/RjqkAYfZMq
— Priya singh (@priyarajputlive) September 29, 2024
યુવકેને બચાવવા કોઈ વ્યક્તિ આગળ ન આવ્યું
પરંતુ શરમની વાત એ છે કે, ત્યાં હાજર લોકો માત્ર વીડિયો બનાવતા હતાં. અને અમુક લોકો આને તમાશો સમજીને દર્શકો બન્યા હતાં. કોઈપણ વ્યક્તિએ આ ઘટનાને રોકવોની હિંતમ કરી ન હતી. કારણ કે… વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો ઉભા થઈને ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે, પરંતુ કોઈ મદદ માટે આગળ નથી આવી રહ્યું. તે પછી ઘટનાની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારી અને પોલીસ સ્ટેશન કોતવાલી દેહતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાનો તાગ મેળવ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ ગણતરીના કલાકોમાં કરી
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક આરોપી લાલચંદને કસ્ટડીમાં લીધો હતો. જ્યારે અન્ય આરોપી હરિરામની શોધ ચાલી રહી છે. અમૃતલાલ હાલમાં વારાણસીના ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતલાલે કહ્યું કે કાકા લાલચંદ અને હરિરામ તેને પૈતૃક જમીનમાં હિસ્સો આપવા માંગતા ન હતા, તેથી જ તેના પર હુમલો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ કેસમાં પોલીસે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદની પણ તપાસ શરૂ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ઘટનાઓમાં સમયસર મદદ કરે અને તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી આવી કમનસીબ ઘટનાઓને અટકાવી શકાય.
આ પણ વાંચો: Coaching Center માં મુસ્લિમ શિક્ષકે બાથરૂમમાં હિન્દુ વિદ્યાર્થીની સાથે….