+

ખૂંખાર કહેવાતો વાઘ એક સાપથી ડરી ગયો! જુઓ આ Video

વાઘ અને સાપનો થયો અચાનક સામનો વાઘ ડર્યો કિંગ કોબ્રાથી વાયરલ વીડિયોમાં જુઓ શક્તિશાળી વાઘનો ભય જંગલમાં ગજબનો દ્રશ્ય જોવા મળ્યો Viral Video : આ દુનિયામાં અનેક પ્રકારના જીવજંતુઓ અને…
  • વાઘ અને સાપનો થયો અચાનક સામનો
  • વાઘ ડર્યો કિંગ કોબ્રાથી
  • વાયરલ વીડિયોમાં જુઓ શક્તિશાળી વાઘનો ભય
  • જંગલમાં ગજબનો દ્રશ્ય જોવા મળ્યો

Viral Video : આ દુનિયામાં અનેક પ્રકારના જીવજંતુઓ અને પ્રાણીઓ રહે છે. કેટલાક એટલા ક્યૂટ હોય છે કે લોકો તેમને પોતાના ઘરમાં પાલતુ પ્રાણી તરીકે રાખે છે, જ્યારે કેટલાક એટલા ખતરનાક હોય છે કે તેમનું નામ જ સાંભળતા લોકો ભય અનુભવે છે. હવે વિચારો કે બે ખતરનાક પ્રાણીઓ આમને-સામને આવી જાય તો શું થશે? ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાઘ અને સાપ આમને-સામને આવ્યા છે, તે પછી જે થાય છે તેને જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વાઘને જંગલમાં નિતાંત શાંતિથી પસાર થતો બતાવવામાં આવ્યો છે. આ દરમિયાન વાઘની નજર એક સાપ પર પડે છે, જે તેના રસ્તામાં જતો દેખાય છે. આ દ્રશ્ય એટલું ચોંકાવનારું હતું, કારણ કે સાપને જોઈને વાઘ થોડીવાર માટે થંભી જાય છે. થોડા પળો પછી, સાપ અચાનક વાઘ તરફ માથું ફેરવે છે, અને વાઘ આ દ્રશ્ય જોઈને ડરી જાય છે અને જંગલમાં પાછો ફરી જાય છે. આ વીડિયો ક્યારે અને ક્યા જંગલમાં શૂટ કરવામાં આવ્યો છે તેની કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ દ્રશ્ય એવી રીતે વાયરલ થયું છે કે જંગલના પ્રકૃતિપ્રેમીઓ અને પ્રાણીઓના રસિયાઓ માટે આ એક અનોખો અનુભવ છે.

વીડિયોને હજારો લોકો જોઇ ચુક્યા છે

આ વીડિયો X હેન્ડલ પર @Rainmaker1973 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘શક્તિશાળી વાઘ પણ કિંગ કોબ્રા સાથે બબાલ ન કરવાનું જાણે છે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 85 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- હવે જંગલનો રાજા કોણ છે? અન્ય એક યુઝરે લખ્યું- ટાઇગર પાસે વીમો નથી. ત્રીજા યુઝરે લખ્યું- ટાઈગર સારી રીતે જાણે છે.

આ પણ વાંચો:  Viral Video: વાઘની સવારી કરવાની ભૂલ કરી બેઠો પાકિસ્તાની વ્યક્તિ! જૂઓ આ દંગ કરનારો Video

Whatsapp share
facebook twitter