-
આરઝૂ નામની મહિલા અનૂચિત રીતે Hijab પહેર્યો
-
10 દિવસ સુધી તેના શરીરમાં ગોળીઓ ફસાઈ રહી
-
Hijab વિરોધ પ્રદર્શન પર કડક કાર્યવાહી કરી
Shooting of Arezoo Badri’s: વિશ્વમાં કટ્ટર ઈસ્લામિક દેશમાં આજે પણ Hijab પહેરાવાને લઈ કડક નિયમો બનાવવામાં આવેલા છે. જો તેના અંતર્ગત મહિલાઓ Hijab માં જોવા નથી મળતી, તો તેમની સાથે સરાજાહેર હ્રદય કંપાવી નાખે તેવી સજા ફટકારવામાં આવે છે. અમુકવાર તેમને ઢોર માર મારવામાં આવે છે. ત્યારે Iran માંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ ઘટનામાં Iran ની મહિલા લકવાગ્રસ્ત થઈ છે.
આરઝૂ નામની મહિલા અનૂચિત રીતે Hijab પહેર્યો
આ ઘટના 22 જુલાઈના રોજ ઉત્તર Iran ના નૂર શહેરમાં બની હતી. નૂર શહેરમાં આરઝૂ નામની મહિલા અનૂચિત રીતે Hijab પહેર્યો હતો. ત્યારે તેણી કાર લઈને રસ્તા પર જઈ રહી હતી. પરંતુ ત્યારે આરઝૂએ Hijab સરખી રીતે પહેર્યો ન હતો. તેથી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરઝૂ રોકાઈ નહીં, ત્યારે પોલીસ આરઝૂની કાર પર ગોળીબાળ કર્યો હતો. જેના કારણે એક ગોળી આરઝૂના ફેફસાઓમાંથી બહાર નીકળી હતી. ત્યારે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 37 વર્ષની ટ્યૂશન ટિચર વિદ્યાર્થીઓને ઘરે બોલાવી શારીરિક સંબંધો બાંધતી
Shooting of Arezoo Badri’s spinal cord for not observing the mandatory hijab
On Monday, July 22, 2024, security forces shot a young woman named #ArezooBadri in the Mazandaran Province town of Nur for not observing compulsory hijab. She sustained serious spinal cord and lung… pic.twitter.com/C4nnRqAF16— IRAN HRM (@IranHrm) August 12, 2024
10 દિવસ સુધી તેના શરીરમાં ગોળીઓ ફસાઈ રહી
તો સારવાર દરમિયાન આશરે 10 દિવસ સુધી તેના શરીરમાં ગોળીઓ ફસાઈ રહી હતી. તેના કારણે હાલમાં, આરઝૂ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર Iran માં મહિલાઓ પ્રત્યે કડક Hijab કાયદા અને પોલીસની કઠોરતાનો પર્દાફાશ કર્યો છે. આ ઘટના મહસા અમીનીની હત્યાના દોઢ વર્ષ પછી બની હતી. વર્ષ 2022 માં મહસા અમીનીને Iran ની નૈતિકતા પોલીસ દ્વારા અયોગ્ય Hijab પહેરવા બદલ અટકાયતમાં લેવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ થયું હતું.
Hijab વિરોધ પ્રદર્શન પર કડક કાર્યવાહી કરી
Iran માં 1979 ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ અમલમાં મૂકવામાં આવ્યો છે. Hijab કાયદા હેઠળ યોગ્ય રીતે Hijab ન પહેરનાર મહિલાઓ માટે સજા અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. મહસા અમીનીના મૃત્યુ બાદ Iran સરકારે વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી કરી હતી, જેમાં દેશભરમાં મૃત્યુ નોંધાયા હતા. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ Iran સરકારની ટીકા કરી હતી. મહસા અમીનીના મૃત્યુ પછી નૈતિકતા પોલીસને વિખેરી નાખવામાં આવી હતી, પરંતુ વિરોધની તીવ્રતા ઓછી થતાં તેને નવા નામો હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 26 વર્ષની Porn Star એ પોતાના પિતાની કબર પર કર્યું Sex