+

ઈટલીમાંથી મશહૂર અભિનેત્રીનો ચુંબન કરતો વાયરલ થયેલો જુઓ Video

Amy અને Ed એ લગ્ન બાદ ખાસ પાર્ટી આપી એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બોયફ્રેન્ડ જૉર્જ પાનાયિયોટૌ સાથે સગાઈ કરી હતી Amy Jackson And Ed Westwick Liplock :…
  • Amy અને Ed એ લગ્ન બાદ ખાસ પાર્ટી આપી

  • એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

  • બોયફ્રેન્ડ જૉર્જ પાનાયિયોટૌ સાથે સગાઈ કરી હતી

Amy Jackson And Ed Westwick Liplock : Actress Amy Jackson અને Ed Westwick ના તાજેતરમાં જ લગ્નના તાંતણે બંધાયા છે. Amy Jackson અને Ed Westwick એ પોતાના પરિવારજનો અને ખાસ મિત્રોની ઉપસ્થિતમાં ઈટલીની અંદર આવેલા એક ઐતિહાસિક સ્થળમાં ખ્રિસ્તી રીતી-રિવાજો સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. જોકે તમને જણાવી દઈએ કે, 23 ઓગસ્ટના રોજ Amy Jackson અને Ed Westwick ના ઈટલીમાં લગ્ન થયા હતાં.

Amy અને Ed એ લગ્ન બાદ ખાસ પાર્ટી આપી

હવે, લગ્ન બાદ દંપતીએ એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ખાસ પાર્ટીમાં અનેક ભારતીય કલાકારો પણ સામેલ થયા હતાં. ત્યારે આ ખાસ પાર્ટીમાંથી Amy Jackson અને Ed Westwick ના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. તે ઉપરાંત Amy Jackson અને Ed Westwick એ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ ઉપર પણ આ પાર્ટીના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, આ ગાથા હજું શરું થઈ છે. ત્યારે આ ખાસ પાર્ટીમાં Amy Jackson એ એક સફેદ રંગનું ગાઉન પહેર્યું છે, જ્યારે Ed Westwick એ કાળા અને સફેદ રંગનું ટક્સિડો પહેર્યું છે.

આ પણ વાંચો: અભિનેત્રીને પહેલા પુત્ર આપીને વિદેશમાં Boyfriend એ કર્યા લગ્ન, જુઓ ફોટો

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla USA (@pinkvillausa)

એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તો લગ્ની આ ખાસ પાર્ટીમાંથી Amy Jackson અને Ed Westwick નો એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજામાં ઓતપ્રોત થઈ એકબીજાના બાથમાં બાથ નાખીને નૃત્ય કરી રહ્યા છે. ત્યારે નૃત્યના અંતે Amy Jackson ને Ed Westwick કમર વડે ઉપાડીને ફરીથી નીચી લાવે છે અને બંને એક લાંબી Kiss કરે છે. તો આ વીડિયોએ અત્યારે સોશિયલ મીડિયામાં ખળભળાટ માચાવ્યો છે. દરેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત આ વીડિયોમાં દરેક લોકો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.

બોયફ્રેન્ડ જૉર્જ પાનાયિયોટૌ સાથે સગાઈ કરી હતી

આ બંને છેલ્લા 2 વર્ષથી એકબીજા સાથે સંબંધમાં હતાં. તો જાન્યુઆરી 2024 માં બંનેએ સગાઉ કરી હતી. જોકે આ પહેલા Amy Jackson એ બોયફ્રેન્ડ જૉર્જ પાનાયિયોટૌ સાથે સગાઈ કરી હતી. અને તેમનો એક દીકરો પણ થયો હતો. પરંતુ સંજોગોવશાત બંનેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ Amy Jackson અને Ed Westwick એકબીજાની નજીક આવ્યા હતાં.

આ પણ વાંચો: અભિનેત્રીએ Bold અને Sex Scenes કરવા પર મૌન તોડ્યું

Whatsapp share
facebook twitter