+

ચીનની રેસ્ટોરન્ટમાં સજીવ ઝીંગાએ મહિલા ગ્રાહકને કરી દીધી પરેશાન

China માંથી મહિલા અને Crustacean નો વીડિયો વાયરલ Crustacean ને ઉકાળવા જતા મહિલા પર હુમલો કર્યો અનેક લોકો China અને રેસ્ટોરેન્ટની ટીકા કરી રહ્યા Live seafood boil viral Video :…
  • China માંથી મહિલા અને Crustacean નો વીડિયો વાયરલ

  • Crustacean ને ઉકાળવા જતા મહિલા પર હુમલો કર્યો

  • અનેક લોકો China અને રેસ્ટોરેન્ટની ટીકા કરી રહ્યા

Live seafood boil viral Video : એવું કહેવામાં આવે છે, દુનિયાના એવા ઘમા દેશ છે. જ્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને જળચર પ્રાણીઓનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત અનેક દેશમાં સાપ અને ભુંડનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના પ્રાણીઓને ભોજન પીરસાતા દેશમાં China નું નામ મોખરે આવે છે. ત્યારે China માંથી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા ઝીંગા (Crustacean) જેવી વસ્તુઓને ખાવાની કોશિશ કરે છે. પરંતુ તેની વિરુદ્ધ એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

China માંથી મહિલા અને Crustacean નો વીડિયો વાયરલ

જોકે હાલમાં, China માં અનેક એવા રેસ્ટોરેન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં સજીવ પ્રાણીઓને ગ્રાહકોને સોંપવામાં આવે છે. જે બાદ તેઓ પોતાની રીતે તેમના ટેબલ પર મૂકવામાં આવેલા Hotpot માં ઉકાળે (Boiling) છે. ત્યારે આવા જે એક રેસ્ટોરેન્ટમાં એક મહિલા આવી હતી. તેને એક Crustacean (ઝીંગાની એક પ્રજાતિ) પીરસવામાં આવી હતી. તો પીરસવામાં આવેલો જીવ સજીવ હતો. સજીવ જીવને તેણી Chopsticks વડે Hotpot માં મૂકવા જતી હતી તે દરમિયાન Chopsticks માંથી તે Crustacean ટેબલ પર પડી જાય છે, જે બાદ તેણી Crustacean ને પકડવાની કોશિશ કરે છે. અને તે Crustacean પકડાઈ પણ જાય છે. પરંતુ તે પછી જે બને છે, તે સૌને ચોંકાવી દે છે.

આ પણ વાંચો: કર્મચારીને માત્ર સ્વીચ ચાલુ-બંધ કરવાના વાર્ષિક 30 કરોડ મળશે

 

View this post on Instagram

 

A post shared by Marco Watts (@marcowatts_)

Crustacean ને ઉકાળવા જતા મહિલા પર હુમલો કર્યો

કારણ કે…. મહિલા Crustacean ને જ્યારે Chopsticks વડે તેણી પકડે છે. ત્યારે Crustacean એ અચાનક તેમાંથી બહાર નીકળી જાય છે. અને આ સજીવ Crustacean એ મહિલાના હાથ પર ચોંટી જાય છે. જે બાદ મહિલાને Crustacean કરડવા લાગે છે. તેના કારણે તેને અસહ્ય પીડા થાય છે. તો આ જોયને તાત્કાલિક ધોરણે રેસ્ટોરેન્ટમાં હાજર કર્મચારી ત્યાં આવી જાય છે. અને મહિલાને Crustacean ના સકંજામાંથી બચાવે છે. ત્યારે આ સંપૂર્ણ ઘટના મહિલાની સામે બેઠેલા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. અંતે આ સંપૂર્ણ ઘટનાને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી.

અનેક લોકો China અને રેસ્ટોરેન્ટની ટીકા કરી રહ્યા

તો આ વીડિયાના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, China માં Live seafood boil કરતા એક મહિલા સાથે દુર્ઘટના ઘટી. મહિલા જ્યારે એક Crustacean ને ઉકાળવા ગઈ, ત્યારે Crustacean એ તેની પર હુમલો કરી મહિલાના હાથને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. તો આ વીડિયાનો કોમન્ય સેક્શનમાં અનેક લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તો અનેક લોકો આ પ્રકારે જળચર પ્રાણીઓનો ભોજનમાં ઉપયોગ કરવા પર China અને રેસ્ટોરેન્ટની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Amazon CEO એ મારી પત્નીને Seduced કરી અને છૂટાછેડા કરાવ્યા…

Whatsapp share
facebook twitter