- Hezbollah પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટ કર્યા હતાં
- Fadi Boudaya એ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના નિષ્ણાત
- હુમલાનમાં 492 લોકોના મોત અને 1600 લોકો ઘાયલ
Lebanese journalist Fadi Boudaya viral video : Israel ના ગાઝામાં સતત હુમલા કાર્યરત છે. તે ઉપરાંત તાજેતરમાં Israel એ તેના સૌથી મોટા દુશ્મનોને પણ તેમના નિવાસ્થાને ઠાર માર્યા છે. તેના અંતર્ગત તાજેતરમાં હમાસના પ્રમુખ ઈસ્માયલ હાનિયાનો પણ ખાતમો કર્યો હતો. તેની સાથે લેબનોનમાં આવેલા Hezbollah જૂથના અનેક વિશ્વભરમાં પ્રખ્યાત આતંકવાદીઓને પણ મારી નાખવામાં આવ્યા છે. જેના કારણે Hezbollah ના આંતકવાદીઓ અને Israel વચ્ચે ભિષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
Fadi Boudaya એ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના નિષ્ણાત
ત્યારે આ બધાની વચ્ચે એક લેબનોનમાંથી એક વીડિયો સોશયિલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે લેબનોનના પત્રકાર Fadi Boudaya એ Israel ના હુમલાઓ વિશે માહિતી આપી રહ્યા હતાં. ત્યારે તેમના નિવાસ્થાને એક મિસાઈલનો હુમલો થાય છે. તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. જોકે journalist Fadi Boudaya એ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના નિષ્ણાત છે.
આ પણ વાંચો: વિશ્વના નકશામાંથી લેબનોનનું નામ કાઠવા આતુર ઇઝરાયેલ; કર્યો હવે ખતરનાક હુમલો, 400થી વધુના મોત
إصابة ضيف برنامج “حبر سياسي”، رئيس تحرير شبكة مرايا الدولية، فادي بودية، على الهواء مباشرة في لبنان. pic.twitter.com/L3N8utnwTT
— بلال نزار ريان (@BelalNezar) September 23, 2024
Hezbollah પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટ કર્યા હતાં
છેલ્લા 1 મહિનાથી Hezbollah અને Israel એકબીજા ઉપર મિસાઈલ, ડ્રોન અને રોકેટના હુમલા કરતા જોવા મળે છે. તેની સાથે તાજેતરમાં Hezbollah પેજર હુમલો લેબનોનના બેરુતમાં આવેલા Hezbollah ના આતંકવાદીઓ ઉપર કર્યો હતો. જોકે આ હુમલા માટે Hezbollah આતંકવાદીઓના સમૂહે Israel ને સંપૂર્ણ રીતે જવાબદાર ગણાવ્યું હતું. તેની સાથે બેરુતમાં વોકી-ટોકીમાં પણ વિસ્ફોટ જોવા મળ્યા હતાં. આ પ્રકારના કૌશલ્ય અને રહસ્યમય હુમલો કરીને Hezbollah વિશ્વ સ્તરે પોતાની શક્તિ દર્શાવી છે.
હુમલાનમાં 492 લોકોના મોત અને 1600 લોકો ઘાયલ
તાજેતરમાં Hezbollah એ Israel ના મધ્ય ભાગમાં રોકેટ અને મિસાઈલ વડે હુમલાઓ કર્યા હતાં. તેના કારણે Israel ના મેદાની વિસ્તારમાં આગજની જેવી ઘટનાઓ જોવા મળી હતી. જોકે Hezbollahનો હુમલો Israel ના સૈનિકના પ્રમુખ નિષ્ફળ ગણાવ્યો હતો. તેની સાથે હુમલાનો વળતો પ્રહાર કરવાની ચેતાવણી પણ આપી હતી. ત્યારે તાજેતરમાં Hezbollah લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાં પણ રોકેટ વડે હુમલા કર્યા છે. આ હુમલાની અંદર 492 લોકોના મોત અને 1600 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે Israel ના જણાવ્યા અનુસાર Hezbollah ના 1300 સ્થળો પર હુમલાઓ કર્યા છે.
આ પણ વાંચો: Iron Dome : ઇઝરાયેલનું આ ઘાતક શસ્ત્ર, જેણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટો તોડી પાડ્યા..Video