-
Cognizant કંપનીએ 2.5 LPA ની નોકરી ઓફર કરી
-
X પર 2.5 LPA ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે
-
B. Tech થયેલા વ્યક્તિઓ રોષે ભરાયેલા છે
Cognizant offering Rs. 2.52 LPA: ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રે જો કોઈ વ્યક્તિ B. Tech નું શિક્ષણ મેળવી લે છે. તો તેને ટેક્નોલોજીના ક્ષેત્રે સફળતા મેળવે છે. અને તેની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે. તો B. Tech થયેલા વ્યક્તિને અન્ય વ્યક્તિની તુલનામાં ઉત્તમ નોકરી, વેતનમાં પણ વધારો અને અન્ય પ્રકારની સુવિધા પણ આપવામાં આવે છે. જોકે આ માન્યતાઓ B. Tech ના વિદ્યાર્થીઓને લઈ રાખવામાં આવે છે. તેના કારણે જ આજ ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રે શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ હાલમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જે B. Tech થયેલા વિદ્યાર્થીઓની કંઈક અલગ જ પરિસ્થિતિને દર્શાવી રહી છે.
Cognizant કંપનીએ 2.5 LPA ની નોકરી ઓફર કરી
Cognizant has announced an exciting off-campus mass hiring drive, welcoming applications from candidates belonging to the 2024 batch.
Application deadline – August 14.
Package – INR 2.52 LPA pic.twitter.com/Btuwf2GoEw— Indian Tech & Infra (@IndianTechGuide) August 13, 2024
આ પોસ્ટ એક B. Tech થયેલા વિદ્યાર્થીએ કરી છે. જેમાં એક IT Company એ તેને 2.5 LPA ની નોકરી ઓફર કરી હતી. જોકે LPA (Lakh Per Annum) એટલે આખા વર્ષની કમાણી કહેવામાં આવે છે. જોકે આ 2.5 LPA એ રોકડ ગણાતી રકમ છે. તેમા તમામ પ્રકારની કંપની તરફથી મળતી સુવિધાઓ અને ખાનગી પગાર ધોરણમાં PF, Employee Tax અને કપાતને પણ ઉમેરવામાં આવી છે. ત્યારે વાર્ષિક આ કંપની 2.5 LPA આપે છે, તો તમારો માસિક પગાર 17 રૂપિયાની આસપાસ થયા છે. જોકે અન્ય IT Company માં શીખાવ કર્મચારીને આટલું વેતન ચૂકવવામાં આવતું હોય છે.
આ પણ વાંચો: Arshad Nadeem ને મળતી ભેટ જોઈને ભારતીયો બોલ્યા કે આવી….
X પર 2.5 LPA ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે
Cognizant is offering Rs. 2.52 LPA for engineers!
Meanwhile, a helper job at a momo shop earns Rs. 3LPA! https://t.co/PBQ2rAaFAQ pic.twitter.com/0KmM8dh46d
— Amit Misra (@amit6060) August 13, 2024
તેથી હાલમાં, X પર 2.5 LPA ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે. તો સોશિયલ મીડિયા પર 2.5 LPA ના ટ્રેન્ડ સાથે અનેક ફોટો અને વીડિયો બનાવીને રમૂજી પોસ્ટ કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક લોકો આ કંપનીના નોકરી ઓફર જોઈને ભટકી ઉઢ્યા છે. કારણ કે… લોકોનું માનવું એવું છે કે, આ રકમ કરતા પણ ખર્ચની તેઓ B. Tech થતા હોય છે. ત્યારે B. Tech થયેલા વ્યક્તિ માટે આ રકમ ઘણી ઓછી છે. જોકે આ નોકરીની ઓફર Cognizant કંપની દ્વારા કરવામાં આવી છે.
B. Tech થયેલા વ્યક્તિઓ રોષે ભરાયેલા છે
તાજેતરમાં, Cognizant કંપનીની CEO Ravi Kumar S ચર્ચાનો વિષય બન્યા હતાં. કારણ કે… તેમનું નામ IT ક્ષેત્રે સૌથી વધુ પગાર લેવામાં સામેલ થયું હતું. ત્યારે હવે, Cognizant જે પ્રકારની કર્મચારીઓ માટે માહિતી જાહેર કરવામાં આવી છે, તેના કારણે B. Tech થયેલા વ્યક્તિ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા છે. લોકો Cognizant કંપનીની પોસ્ટ પર વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: love: એક પતિ ભારતમાં, એક પાકિસ્તાનમાં, પોતે જેલમાં….