-
લંડનના એક શિક્ષકે લંડનના પ્રખ્યાત નક્શો કચરો ગણાવ્યો
-
Dr. Max Roberts એ નવો ભૂગર્ભ નક્શો તૈયાર કર્યો
-
Underground Map ને સૌ પ્રથમ હેરી બેકે નિર્માણ કર્યો
London Underground Map: બ્રિટનના લોકો છેલ્લી 1 સદીથી પોતાની જે વ્યવસ્થા પર ગર્વ કરી રહ્યા હતાં. અને તે વ્યવસ્થાને દુનિયાની સૌથી મહાન વ્યવસ્થા ગણાવતા હતાં. તેને લંડનના એક શિક્ષકે કચરા સમાન ગણાવ્યું છે. તેમણે આ વ્યવસ્થાની ટીકા કરતો એક નક્શો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આરોપ-પ્રતિઆરોપ શરું થઈ ગયો છે. તે ઉપરાંત આ નક્શાને લઈને લંડનના ટ્રાંસપોર્ટ વિભાગમાં પણ ઘમાસાણ શરું થઈ ગયું છે.
લંડનના એક શિક્ષકે લંડનના પ્રખ્યાત નક્શો કચરો ગણાવ્યો
જોકે આ મામલો લંડનના એક પ્રસિદ્ધ ભૂગર્ભ નક્શોનો છે. આ નક્શાને વર્ષ 1933 માં બનાવવામાં આવ્યો હતો. ત્યારે બ્રિટેનનો દાવો હતો કે, આ નક્શો દુનિયામાં અત્યાર સુધી બનાવવામાં આવેલા તમામ નક્શા કરતા સૌથી રચનાત્મક નક્શો છે. ત્યારે આજરોજ એક સદી બાદ તેને લઈને એક આક્ષેપ કરવામાં આવ્યો છે. university of essex ના શિક્ષક Dr. Max Roberts એ આ નક્શામાં સુધારો કરીને યોગ્ય નક્શો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Dr. Max Roberts of #essexpsychology (@tubemapcentral) has released an updated version of his innovative concentric circle map of the London Underground and Overground. Easier to read and more geographically accurate than the official Tfl map, … 1/2 pic.twitter.com/ClY00wil4H
— EssexPsychology (@EssexPsychology) August 13, 2024
આ પણ વાંચો: Ukraine માં આર્થિક સુધારાની તૈયારીમાં અમેરિકા, આ ભારતીય-અમેરિકનને મળી મોટી જવાબદારી…
Dr. Max Roberts એ નવો ભૂગર્ભ નક્શો તૈયાર કર્યો
Dr. Max Roberts એ 2013 માં જ લંડન મેટ્રો મેપનું અપડેટેડ વર્ઝન બહાર પાડ્યું હતું. ત્યારે આ વખતે લંડનના તમામ ભૂગર્ભ રસ્તાઓનો એક નવો નક્શો તૈયાર કર્યો છે. તેમાં Dr. Max Roberts એ લખ્યું છે કે, હાલમાં ઉપયોગમાં લેવાતો London Underground Map ઘણા કારણોસર મુશ્કેલી પેદા કરે છે. તે સમજવામાં ખૂબ જટિલ છે. તે માત્ર કચરાનો ઢગલો છે અને ખૂબ જ નીરસ રચના છે. આ અર્થમાં મારા દ્વારા બનાવેલો નકશો ખૂબ જ સરળ અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે સંતુલિત છે.
Underground Map ને સૌ પ્રથમ હેરી બેકે નિર્માણ કર્યો
જોકે London Underground Map ને સૌ પ્રથમ હેરી બેકે નિર્માણ કર્યો હતો. તેની પ્રશંસા આજે પણ વિશ્વ સ્તરે કરવામાં આવે છે. જો આપણે 90 વર્ષ પહેલાં બેક દ્વારા બનાવેલા નકશા અને આજે મેક્સવેલ દ્વારા બનાવેલા નકશાની તુલના કરીએ તો કેટલાક તફાવત સ્પષ્ટપણે દેખાય છે. હેરી બેકે તેના નકશામાં સીધી રેખાઓનો ઉપયોગ કર્યો હતો, જે વપરાશકર્તાઓ માટે સરળ હતી. Dr. Max Roberts ના નકશામાં સીધી રેખાઓને બદલે વર્તુળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહિલાએ અયોગ્ય રીતે Hijab પહેરતા પોલીસે કર્યો તેની પર ગોળીબાર