+

Airport પર મહિલાએ સૂટકેસ ખાધું, વીડિયો જોઈને તમે પણ હેરાન થશો

મહિલા એરપોર્ટ પર સૂટકેસ ખાતી જોવા મળી છે એરપોર્ટના વીડિયાને 27 મિલિયન લોકોએ નિહાળ્યો @mayaracarvalho દ્રારા શેર કરવામાં આવ્યો છે Airport Prank Goes Viral : સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ…
  • મહિલા એરપોર્ટ પર સૂટકેસ ખાતી જોવા મળી છે

  • એરપોર્ટના વીડિયાને 27 મિલિયન લોકોએ નિહાળ્યો

  • @mayaracarvalho દ્રારા શેર કરવામાં આવ્યો છે

Airport Prank Goes Viral : સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકારના Video વાયરલ થયા હોય છે. જેમાંથી અનેક Video ને જોઈને સામાન્ય માણસ તરીકે આપણે ચોંકી જઈએ છીએ. તો અમુકવાર આવા Video ને કારણે વિવાદ પણ ઉભો થતો હોય છે. તેના કારણે સોશિયલ મીડિયા પર Video શેર કરાવાને લઈને ભારતીય સાયબર સુરક્ષા સંસ્થા દ્વારા અનેક નિયમ અમલમાં મૂકવામાં આવ્યા છે.

મહિલા એરપોર્ટ પર સૂટકેસ ખાતી જોવા મળી છે

પરંતુ આ વખતે જે Video વાયરલ થયો છે. તેને જોઈને સૌ લોકો ચોંકી જવાની સાથે આશ્ચર્યમાં પણ મુકાયા છે. આ Video માં એક મહિલા એરપોર્ટ પર સૂટકેસ ખાતી જોવા મળી છે. તે તેના સૂટકેસને એરપોર્ટના વિવિધ સ્થળો પર જઈને લોકોની બાજુમાં બેસીને ખાઈ રહી છે. જોકે મહિલાના આ પ્રકારના વર્તનને કારણે સૌ લોકો હેરાની સાથે તેને જુએ છે. તે ઉપરાંત અનેક લોકો સ્તબ્ધ પણ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Mayara Carvalho (@mayaracarvalho)

આ પણ વાંચો: US માં 21 વર્ષની નેપાળી યુવતીની 51 વર્ષના ભારતીય પુરુષે કરી હત્યા

એરપોર્ટના વીડિયાને 27 મિલિયન લોકોએ નિહાળ્યો

આ મહિલા એરપોર્ટ પર બિંદાસ રીતે તેના તૂટેલા સૂટકેસ સાથે ફરી રહી છે. જે સ્પષ્ટ પણે Video માં જોઈ શકાય છે. જોકે વાસ્તવામાં આ મહિલા કેક બનાવે છે. આ મહિલા વિવિધ પ્રકારની સામાન્ય જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓને કેકનો સ્વરૂપ આપે છે. જેના અનેક ફોટો યુવતીએ તેના સત્તાવાર Instagram Account પર વાયરલ કર્યા છે. ત્યારે આ સૂટકેસવાળા Video પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તો મહિલાના આ એરપોર્ટના વીડિયાને 27 મિલિયન લોકોએ નિહાળ્યો છે. આ Video @mayaracarvalho દ્રારા શેર કરવામાં આવ્યો છે. @mayaracarvalho કેકના સ્વરૂપમાં બનાવેલા ઘર અને બગીચો જેવી વસ્તુઓ બનાવી હતી.

આ પણ વાંચો: મેઘ કહેરમાં ભૂખ્યાને ભોજન પહોંચાડતા અમદાવાદી યુવાનો, જુઓ વીડિયો

Whatsapp share
facebook twitter