+

વિશ્વમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ છે અરબીઓના શહેર

8 વર્ષથી Abu Dhabi દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર વિશ્વના સૌથી સુરક્ષિત મુખ્ય 20 શહેર Abu Dhabi માં આ સ્થળોની ખાસ મુલાકાત લેવી World safest city 2024 : હાલમાં, દુનિયાના ખૂણે-ખૂણે…
  • 8 વર્ષથી Abu Dhabi દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર

  • વિશ્વના સૌથી સુરક્ષિત મુખ્ય 20 શહેર

  • Abu Dhabi માં આ સ્થળોની ખાસ મુલાકાત લેવી

World safest city 2024 : હાલમાં, દુનિયાના ખૂણે-ખૂણે હિંસક વાતાવરણ અને સરહદી વિસ્તારોમાં યુદ્ધની સ્થિતિ જોવા મળે છે. જેના મૂળમાં શાસન અને રાજનીતિ રહેલી છે. ત્યારે આવા વિસ્તારોમાં દરેક લોકો વસવાહટ કરવા ઉપરાંત મુસાફરી કરતા પણ ભયનો અનુભવ કરે છે. ત્યારે આ બધાની એક આંતરાષ્ટ્રીય સ્તરે એક અવલોકન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત વિશ્વમાં કયા દેશ સૌથી વધુ સુરક્ષિત છે. તેની યાદી જાહેર કરવામાં આવી છે. પરંતુ આ યાદીમાં ભારતને નિરાશા હાથ લાગી છે. કારણે કે… સુરક્ષિત દેશની યાદીમાં ભારત ઘણું પાછળ છે.

8 વર્ષથી Abu Dhabi દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર

ત્યારે Economist Intelligence Unit Global Liveability Index (EIUGLI) એ સુરક્ષાનો 88.2 અને ગુના માટે 11.8 નો આંકડો તૈયાર કર્યો હતો. ત્યારે આ માપદંડના આધારે વિશ્વમાં સૌથી સુરક્ષિત શહેર Abu Dhabi ને સ્થાન આપવામાં આવ્યું છે. તો આ યાદીમાં ભારત ટોપ 20 શહેરમાં પણ પોતાનું સ્થાન મેળવી શક્યો નથી. તો વિશ્વના અન્ય દેશની તુલનામાં Abu Dhabi માં સૌથી ઓછી ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. તે ઉપરાંત છેલ્લા 8 વર્ષથી Abu Dhabi દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર તરીકે વિશ્વમાં ગૌરવ વધારી રહ્યું છે.

આ પણ વાંચો: ત્રીજા વિશ્વ યુદ્ધનું ફૂંકાઈ ગયું બિગુલ? HEZBOLLAH ના ઘાતક હુમલાથી ISRAEL માં EMERGENCY જાહેર!

વિશ્વના સૌથી સુરક્ષિત મુખ્ય 20 શહેર

EIUGLI ના જણાવ્યા અનુસાર, બીજા સ્થાને અજમન, ત્રીજા સ્થાને દોહા, ચોથા સ્થાને તાઈપેઈ, પાંચમાં સ્થાને દુબઈ, છઠ્ઠા સ્થાને રસ ઉલ ખૈમાહ, સાતમાં સ્થાને મસ્કટ, આઠમાં સ્થાને ધ હૈગ, નવમાં સ્થાને મ્યૂનિક અને દસમાં સ્થાને નોર્વેનું ટ્રોન્ડાહાઈમ શહેર દુનિયામાં સૌથી સુરક્ષિત શહેર છે. ત્યારબાદ 11 માં સ્થાને બર્ન, 12 માં સ્થાને ગ્રોનિંગન, 13 માં સ્થાને સ્લોવેનિયાનું જુબ્લજાના, 14 માં સ્થાને હોંગકોંગ, 16 માં સ્થાને એંધોવેન, 17 માં સ્થાને ચિઆંગ માઈ, 18 માં સ્થાને રોમેનિયાનું ક્લૂઝ નાપોકા અને 19 માં સ્થાને યેરેવાનનું નામ સામેલ છે.

Abu Dhabi માં આ સ્થળોની ખાસ મુલાકાત લેવી

ત્યારે તમે Abu Dhabi માં રજાઓના સમયગાળામાં આવ્યા છે. અને તમે તમારા પરિવાર સાથે Abu Dhabi ના સૌથી સુંદર સ્થળોનો આનંદ માણવા ઈચ્છો છો. ત્યારે તમારે Abu Dhabiમાં આવેલા Sheikh Zayed Mosque ની ખાસ મુલાકાત લેવી જોઈએ. આ મસ્જિદ એક સફેદ સંગેમરમરના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. જે Abu Dhabi ની સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરે છે. અહીંયા દુનિયાનું સૌથી મોટું નોટેડ કાલીન, સોનું પાણી ચઢાવેલું ઝુમર, સંગેમરમરનો હોલ, મોજેક આર્ટવર્ક અને રિફલેક્ટિવ પૂલ જોવા મળશે.

આ પણ વાંચો: Telegram ના CEO અને સ્થાપક Pavel Durov ની અચાનક પેરિસ એરપોર્ટથી કરાઈ ધરપકડ, રશિયા-યુક્રેન યુદ્ધ સાથે…

Whatsapp share
facebook twitter