Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

110ની સ્પીડે ધસમસતી આવેલી ટ્રેન જોઈ બાઈક ચાલકને દેખાઈ ગયા યમરાજ, જુઓ વિડીયો

07:28 PM Apr 22, 2023 | Vipul Pandya

ઈટાવા શહેરના રામનગર રેલવે ફાટક પર ટ્રેન નીચે બાઈક આવી ગયાનો CCTVના ફૂટેજનો વિડીયો વાયરલ થયો છે. હટિયાથી આનંદ બિહાર જારહી ઝારખંડ સ્વર્ણ જયંતી એક્સપ્રેસની નીચે બાઈક આવી ગઈ હતી. ત્રણ દિવસ પહેલાંની આ ઘટના રામનગર રેલવે ફાટક પર બની હતી.
શહેરના સૌથી વ્યસ્ત  રેલવે ફાટક પર ઝારખંડ સ્વર્ણ જયંતી એક્સપ્રેસ (Jharkhand Golden Jubilee Express) નીચે બાઈક આવી જવાથી બાઈકના ચિંથડાં ઉડી ગયા હતા અને બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. બાઈક ચાલકે પોતાની બાઈક કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ બાઈક નિકળી શકી નહી અને અંતે પોતાનો જીવ બચાવવા બાઈક મુકી દીધી હતી. જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. 26મી ઓગસ્ટના સવારે 11 વાગ્યે દિલ્હથી કાનપુર તરફ જઈ રહેલી ટ્રેનની સામે બાઈક ચાલક છોડીને પોતાનો જીવ બચાવ્યો હતો.
રામનગર રેલવે ક્રોસિંગ (Railway Crossing) બંધ હતું ત્યારે એક બાઈક ચાલક રેલવે ટ્રેક ક્રોસ કરી નિકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ 110 કિમી પ્રતિકલાકની ઝડપે અપ ટ્રેક પર  આવી રહેલી ટ્રેનને જોઈ તે બાઈક છોડી જીવ બચાવીને ભાગ્યો હતો. થોડીવાર માટે તો બાઈક ચાલકને યમરાજ દેખાઈ ગયા હતા. જ્યારે બાઈક અડધો કિમી સુધી ટ્રેનના એન્જીનમાં ફસાયેલી રહી. ટ્રેન ઉભી રહ્યાં બાદ એન્જીનમાં ફસાયેલા બાઈકના ટુકડાને બહાર કાઢી ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. ફાટક બંધ હોવા છતાં ટ્રેક ક્રોસ કરનારા બાઈક ચલાક સામે રેલવેએ નોટિસ જાહેર કરી છે અને તેની ધરપકડ પણ કરવામાં આવશે.