Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વસૂલી કરતા જોવા મળ્યો Monkey, ખાવા માટે ચોરી લે છે મોબાઈલ, જોઇ લો આ Video

09:24 AM Oct 18, 2023 | Hardik Shah

સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર એવા વીડિયો સામે આવે છે જેને જોયા બાદ લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે. તેમા પણ વીડિયો કોઇ જાનવરના હોય તો લોકોને ખૂબ માજા આવી જતી હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક Monkey જાણે વસૂલી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જીહા, તમે સાચું જ વાંચી રહ્યા છો વસૂલી… તમે આ વીડિયો જોશો તો પૂરી ઘટના સમજી શકશો.

બાલીમાં વાંદરાઓ ફોન અને કેમેરા છીનવી ખોરાકની કરે છે માંગ

હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વાંદરાની ચોરીનો વીડિયો જોઈને તમે એક ક્ષણ માટે થંભી જશો. જીહા, આજકાલ વાંદરાઓ પણ આપણા જેવા જ બુદ્ધિશાળી બની રહ્યા છે. એક તરફ ભારતમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં હિડિંબા મંદિરની આસપાસ હાજર વાંદરાઓ સામાન લૂંટવા માટે જાણીતા છે, ત્યારે હવે પાડોશી દેશ ઈન્ડોનેશિયામાં પણ વાંદરાઓ આવી જ રીત અપનાવવા લાગ્યા છે. બાલી ટાપુ પ્રાંતમાં, વાંદરાઓ ખોરાકના બદલામાં ફોન અને કેમેરા જેવી કિંમતી વસ્તુઓની આપલે કરવાની કળામાં નિપુણતા મેળવી છે. ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં વાંદરાઓ એવી “વિનિમય પ્રણાલી”માં ભાગ લેતા હોય છે જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. એક વીડિયોમાં, એક વાંદરો એક મહિલાનો ફોન પકડતો જોવા મળે છે અને તેને પરત આપવા માટે ખાવાનું માંગતો જોવા મળે છે. જો કે, વાંદરો મક્કમ છે અને ફોન છોડવાનો ઇનકાર કરે છે. જ્યારે મહિલા બે ફળ આપે છે ત્યારે જ વાંદરો જતા પહેલા ફોન પરત કરે છે. “તેઓ જાણે છે કે વ્યવસાય કેવી રીતે કરવો.” એક યુઝર્સે કટાક્ષ કર્યો કે, “ડાકુ વિકાસ.” ત્રીજા યુઝર્સે પોતાનો અંગત અનુભવ શેર કરતા કહ્યું, “ખરેખર, બાલીમાં તેમાંથી એકે મારી દીકરીના 2 જૂતા લઇ લીધા. અમારે તેમને પાછા આવવા માટે ખોરાક સામે વાટાઘાટો કરવી પડી હતી અને તે ખરેખર આક્રમક હતો.

બહુ જ સ્માર્ટ હોય છે આ વાનર

દરમિયાન, 2021ના અહેવાલો અનુસાર, બાલીમાં ઉલુવાતુ મંદિર વાનર સાહસનું કેન્દ્ર બની ગયું છે. લાંબી પૂંછડીવાળા મકાક કે જેઓ આ પ્રાચીન સ્થળ પર ફરતા હોય છે તે પ્રવાસીઓને લૂંટવા અને ખોરાકની ખંડણી સિવાય તેમની સંપત્તિ છોડવાનો ઇનકાર કરવા માટે કુખ્યાત છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ હોંશિયાર મકાકોમાં તે મૂલ્યાંકન કરવાની તીવ્ર ક્ષમતા હોય છે  કે તેમનો શિકાર કઇ વસ્તુને સૌથી વધુ સાચવીને રાખે છે અને પોતાના લાભને વધારવા માટે આ જ્ઞાનનો ઉપયોગ કરે છે. લેથબ્રિજ યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસરના જણાવ્યા મુજબ, તેઓ હેરપિન અથવા ખાલી કૅમેરા બેગ જેવી ઓછી મહત્વની વસ્તુઓની ચોરી કરવાને બદલે ખોરાકના બદલામાં માનવો માટે સૌથી વધુ મૂલ્યવાન વસ્તુઓને લક્ષ્ય બનાવવાનું પસંદ કરે છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કે જેમા કેમેરા, મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – દિલ્હીના રસ્તા પર જોવા મળી ડરામણી ચૂડેલ..! જુઓ Video

આ પણ વાંચો – શાળામાં બિકિની પહેરીને આવી વિદ્યાર્થીની, ટીચર ગુસ્સે થયા તો આપ્યો આ જવાબ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.