Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vijay Thalapathy ની અંતિમ તમિલ ફિલ્મ સાબિત થશે Thalapathy 69

10:16 PM Sep 13, 2024 |
  • Vijay Thalapathy એ 1992 માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી
  • Thalapathy 69 Vijay Thalapathy ની આ આખિર ફિલ્મ
  • YouTube પર Vijay Thalapathy ની આખરી ફિલ્મની થઈ ઘોષણા

Vijay Thalapathy Thalapathy 69 : હાલમાં, ભારતીય સિનેમાઘરોમાં સાઉથ અભિનેતા Vijay Thalapathy ની ફિલ્મ GOAT રિલીઝ થઈ છે. જોકે આ Film GOAT એ પહેલા દિવસે 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે Vijay Thalapathy એ પોતાની આગમી ફિલ્મની પણ આજરોજ જાહેરાત કરી છે. Vijay Thalapathy ની Thalapathy 69 ની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્મયથી કરવામાં આવી છે. તે ઉપરાંત Thalapathy 69 એ Vijay Thalapathy ની આખરી ફિલ્મ સાબિત થશે.

YouTube પર Vijay Thalapathy ની આખરી ફિલ્મની થઈ ઘોષણા

Vijay Thalapathy સિનેમા ઉપરાંત આ વર્ષે રાજનીતિમાં પણ જોડાયા છે. ત્યારે વિજય થલપતની આખરી Thalapathy 69 ને લઈ સૌ લોકો ગદગદ થઈ ઉઠ્યા છે. કારણ કે… Thalapathy 69 બાદ Vijay Thalapathy સંપૂર્ણ રીતે રાજનીતિમાં પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવાની દિશામાં આગળ વધવા ઈચ્છે છે. તો Thalapathy 69 ના નિર્માતાઓ આ અંગે YouTube પર સૌ પ્રથમ આ ફિલ્મની જાહેરાત કરી છે. તે ઉપરાંત Vijay Thalapathy ની એક ફિલ્મ કહાની પણ શેર કરી છે.

આ પણ વાંચો: Simran Budharup નો ગણપતિ પંડાલમાંથી કથિત વીડિયો થયો વાયરલ

Thalapathy 69 Vijay Thalapathy ની આ આખિર ફિલ્મ

Vijay Thalapathy રાજનીતિમાં પોતાની કારકિર્દીને સફળ બનાવવા માટે સિનેમાને છોડી રહ્યા છે. પરંતુ તે પહેલા તેઓ એક ખાસ ફિલ્મમાં પોતાના અભિનયથી તેમના ચાહકોને ખુશીથી સિનેમા ક્ષેત્રથી વિદય લેશે. તે ઉપરાંત Vijay Thalapathy ની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કઝગમ રાખવામાં આવ્યું છે. જોકે Thalapathy 69 ની જાહેરામાં Vijay Thalapathy ની શાનદાર ફિલ્મોની નાની ઝલક દર્શાવવામાં આવી હતી. તે ઉપરાંત વીડિયોમાં લખવામાં આવ્યું હતું કે, તમિલમાં Vijay Thalapathy ની આ આખિર ફિલ્મ હશે.

Vijay Thalapathy એ 1992 માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી

Vijay Thalapathy એ 1992 માં આવેલી ફિલ્મ નલાઈયા થેરપુમાં લીડ એક્ટર તરીકે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તમિલ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક બની ગયા હતાં. તેમણે કોઈમ્બતુર મેપ્પીલાઈ, લવ ટુડે, કુશી અને ગિલ્લી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીમાં વિજયે પોતાની રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી. તો માનવામાં આવે છે કે વિજયની પાર્ટી વર્ષ 2026 માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો: Natasa Stankovic એ દિશા પટાનીના મિત્ર પર નજર બગાડી, જુઓ વીડિયો