અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ બન્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ થઇ રહ્યું છે પણ ઘોર નિંદ્રામાં રહેલા તંત્રને કોઇ દરકાર નથી. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી યોજાઇ રહી છે. સતત પ્રદૂષિત થઈ રહેલી નદી મામલે હાઇકોર્ટ સમક્ષ આજે જવાબ રજૂ થઇ શકે છે. GPCB, AMC અને કોર્ટ મિત્ર આજે કોર્ટમાં જવાબ રજુ કરી શકે છે.