આજથી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોનું સંમેલન શરૂ થશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું આ પ્રથમ સંમેલન યોજાશે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત તમામ રાજ્યોના રાજ્યપાલ ભાગ લેશે. સંમેલનમાં ત્રણ ફોજદારી કાયદાનાં અમલ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.