+

આજે હિન્દી દિવસ, જાણો ક્યારથી અને કોણે કરી હતી ઉજવણીની શરૂઆત

 આજે દેશભરમાં 14 મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 14 સપ્ટેમ્બર વર્ષ  1949 માં હિન્દી ભાષાને આપણા દેશમાં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાય છે.ઘણા દિગ્ગજોએ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી, જોકે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશની તમામ સરકારી કચેરીઓમાં હિન્દીનો ઉપયોગ થાય છે. લોકોને
 આજે દેશભરમાં 14 મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 14 સપ્ટેમ્બર વર્ષ  1949 માં હિન્દી ભાષાને આપણા દેશમાં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાય છે.
ઘણા દિગ્ગજોએ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી, જોકે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશની તમામ સરકારી કચેરીઓમાં હિન્દીનો ઉપયોગ થાય છે. લોકોને હિન્દીના મહત્વ વિશે જાગૃત કરવા અને તેની પ્રેક્ટિસ વધારવા માટે આજે પણ હિન્દીમાં સરકારી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે. હિન્દીની આ ઉપયોગીતાને કારણે, ભારતીયો દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવે છે.
1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશની સામે સૌથી મોટો પ્રશ્ન સત્તાવાર ભાષાની પસંદગીનો હતો. ભારત હંમેશા વિવિધતાનો દેશ રહ્યો છે, અહીં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે. રાષ્ટ્રભાષાઓ વિચાર વિમર્શ કર્યા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષાને નવા રાષ્ટ્રની ભાષા બનાવાઈ, બંધારણ સભાએ અંગ્રેજોની સાથે દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાયો.
આ દિવસે  જ તાત્કાલિન પ્રધાનમંત્રી  જવાહરલાલ નહેરુએ દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 14 સપ્ટેમ્બર  વર્ષ 1953 ના દિવસે ભારતમાં પ્રથમ વખત  હિન્દી દિવસ ઉજવાયો હતો.
1900 થી 2021 દરમિયાન હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા વધી
ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, દેશના ઘણા રાજ્યોમાં હિન્દી ભાષા બોલાય છે,હવે ઘીરે ઘીરે લોકો હિન્દી બોલવા તરફ વળ્યા છે  1900 થી 2021 દરમિયાન એટલે કે 121 વર્ષમાં હિન્દીનો વિકાસ દર 175.52 ટકા હતો. તે 380.71 ટકા સાથે અંગ્રેજી પછી સૌથી ઝડપી છે. અંગ્રેજી અને મેન્ડરિન પછી હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે.
Whatsapp share
facebook twitter