+

વડીલોના સેવા કરવાથી બુદ્ધિ તેજ અને સ્વભાવ નમ્ર થાય છે- ચાણક્ય

સિનિયર સિટિઝન દિવસની શરૂઆત 19 ઓગસ્ટ, 1988 ના રોજ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા કરવામાં આવેલી ઘોષણાથી થઈ હતી. રીગને અમેરિકન પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રમાં વૃદ્ધ લોકોની સિદ્ધિઓને પ્રકાશિત કરી હતી. ભારતમાં કુટુંબમાં વડીલોની સેવા સંસ્કાર મનાય છે. પણ મોટાંભાગના પરિવારોમાં તેમની ઉપક્ષા પણ થાય છે.  1988ના રોજ પ્રથમ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરાઇ
સિનિયર સિટિઝન દિવસની શરૂઆત 19 ઓગસ્ટ, 1988 ના રોજ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા કરવામાં આવેલી ઘોષણાથી થઈ હતી. રીગને અમેરિકન પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રમાં વૃદ્ધ લોકોની સિદ્ધિઓને પ્રકાશિત કરી હતી. ભારતમાં કુટુંબમાં વડીલોની સેવા સંસ્કાર મનાય છે. પણ મોટાંભાગના પરિવારોમાં તેમની ઉપક્ષા પણ થાય છે.  


1988ના રોજ પ્રથમ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરાઇ
કપરા સંજોગોમાં પણ ઘર સંભાળનારા વડીલો માટે દર વર્ષે 21મી ઓગસ્ટે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવામાં આવે છે. આની ઉજવણી કરવાનો હેતુ વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારને રોકવાનો છે. તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સમાજ અને પરિવારમાં વરિષ્ઠ નાગરિકોનું મહત્વ લોકોને જણાવવાનું છે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 2022 શરૂ થયો: વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 2022 ની ઉજવણી અમેરિકાથી શરૂ થઈ. 1988માં, તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને તેનો પ્રસ્તાવ મૂક્યો હતો. 
21મી ઓગસ્ટ 1988ના રોજ પ્રથમ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 2 વર્ષ પછી, 14 ડિસેમ્બર 1990 ના રોજ, વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી. યુએન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ પછી તેને 1 ઓક્ટોબરે મનાવવામાં આવ્યું પરંતુ બાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તારીખ બદલીને 21 ઓગસ્ટ કરવામાં આવી. ત્યારથી વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 2022 21 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. 
 
વૃદ્ધોને થતા અન્યાયને દૂર કરવા જાગૃતિ અભિયાન
વર્તમાન પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે ઘણી વખત વૃદ્ધોને પોતાના બાળકો અને પરિવારના સભ્યોને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દિવસ પોતાના પરિવારના લોકો પાસેથી વડીલો પ્રત્યેનો ભેદભાવ, અપમાનજનક વ્યવહાર, ઉપેક્ષા અને અન્યાયને રોકવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો દ્વારા વૃદ્ધોને થતા અન્યાયને દૂર કરવા જાગૃતિ ચલાવે છે.

વિશ્વભરમાં વૃદ્ધોની સ્થિતિ 
વિશ્વમાં જેમ જેમ વૃદ્ધોની વસ્તી વધી રહી છે, તેમ તેમ તેમની સાથે દુર્વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે. તે એક ગંભીર સામાજિક અનિષ્ટ છે જે માનવ અધિકારોને અસર કરે છે. વૃદ્ધો સાથેનો દુર્વ્યવહાર શારીરિક, જાતીય, સામાજિક, મનોવૈજ્ઞાનિક અને નાણાકીય હોઈ શકે છે અને તેમાં ઉપેક્ષાનો સમાવેશ થાય છે. મોટા પાયે વડીલો સાથે દુર્વ્યવહારના બનાવો બને છે પરંતુ તેના કેસો સામાન્ય રીતે ઓછા નોંધાય છે. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં દુર્વ્યવહાર કરનારાઓ તેમના પરિવારના સભ્યો ખાસ કરીને તેમના બાળકો હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસે 138 નંબરનો હાઉસ જોઈન્ટ ઠરાવ પસાર કર્યો, જેણે રેગનને વાર્ષિક ઓગસ્ટના ત્રીજા રવિવારને “રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ” તરીકે જાહેર કરવાની મંજૂરી આપી.
 

વડીલોને વૃદ્ધાલસ્થાને સંપૂર્ણ અને ગૌરવ અને સ્વતંત્રતા સાથે જીવવા માટે સુરક્ષિત વાતાવરણ આપવું
રીગને એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આરોગ્યસંભાળની સુવિધાઓમાં સુધારો થયો છે અને કેવી રીતે વૃદ્ધોને તેમના અનુભવ અને હેતુની સમજ સાથે યુએસએનું નેતૃત્વ કરવામાં મદદ કરી છે. 40મા યુએસ પ્રમુખે વૃદ્ધ નાગરિકો પ્રત્યે આભારી બનવાની જરૂરિયાત વિશે વાત કરી અને ખાતરી કરી કે સમુદાયો વૃદ્ધ લોકો માટે તેમના બાકીના જીવનને સંપૂર્ણ અને ગૌરવ અને સ્વતંત્રતા સાથે જીવવા માટે સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે. 
યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા નોંધાયા મુજબ, 2050 સુધીમાં વૃદ્ધોની વસ્તી 1.5 અબજથી વધુ થવાનો અંદાજ છે. આ વધારો પૂર્વ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્પષ્ટપણે જોવા મળશે. ઓછા વિકસિત રાષ્ટ્રો 2050 સુધીમાં ગ્રહના બે તૃતીયાંશ કરતાં વધુ વૃદ્ધ લોકોનું આયોજન કરશે. વૃદ્ધોની વધતી વસ્તી સાથે, તે યોગ્ય છે કે એક મજબૂત સિસ્ટમ અસ્તિત્વમાં છે જે તેમના સર્વાંગી સુખાકારીને ટેકો આપે છે.

વડીલો પરિવારની ઉપેક્ષા સહન કરે છે
ઘણા વૃદ્ધ લોકો તેમના બાળકો દ્વારા દુર્વ્યવહારની જાણ કરે છે. અન્ય ઘણા લોકો ઉપેક્ષા સહન કરે છે. ઘણા પોતાના વૃદ્ધ મા-બાપને બોજ માને છે. કેટલાક તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અથવા તેમની મિલકત માટે તેમને નુકસાન પહોંચાડે છે. આવા ગુનાઓને જડમૂળથી દૂર કરવાની જરૂર છે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ એ એક મહત્વપૂર્ણ દિવસ છે જે અમને સામાજિક ઉત્થાન માટે વડીલોના મુદ્દાઓને ઉજાગર કરવામાં અને તેનું નિરાકરણ કરવામાં મદદ કરે છે.

 વડીલોના અનુભવો  જીવન જીવવાની કળા અને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર
અમેરિકાના  પૂર્વ પ્રેસિડેન્ટ  રોનાલ્ડ રેગને  ૧૯૮૮  થી  આ દિવસને  સીનીયર  સીટીજન  ડે તરીકે  મનાવવાની  જાહેરાત કરી  હતી ;    સમાજ માં  ૬૦ વર્ષથી  ઉપરના વયની  વડીલ વ્યક્તિઓની સાર સંભાળ  અને  ભરપુર અનુભવો  જીવન જીવવાની કળા અને રાષ્ટ્રના  વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ  સેવાના હકદાર  એવા  વડીલોની સેવાએ નમ્રતાનો પાયો છે.  વડીલોની સેવાને  યાદ કરવા  આ દિવસ ઉજવાય છે. વડીલોની સેવાથી વર્તન અને સ્વભાવમાં નમ્રતા આપોઆપ આવી જાય છે. નમ્રતા વિના બાળકો વડીલોની સેવામાં જોડાઈ શકતા નથી  જ્યાં સદભાવના છે ત્યાં વડીલ  વંદનાનો વિચાર જન્મે છે,ઘણીવાર  બાહ્ય દેખાડા  માટે સેવાના નામે  વડીલ વંદન થાય છે,  ખેર !  જેના અંતરમનમાં  સદાય વડીલો  પ્રત્યે અહોભાવ છે તે હંમેશાં  વંદનીય છે.                         

વૃદ્ધાવસ્થા વિજ્ઞાન     
ચાણક્ય કહે છે કે  – વૃદ્ધોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સરળ વૃદ્ધ  જ્ઞાનીની સેવા કરવાથી  બુદ્ધિ તેજ થાય છે. સાચા-ખોટાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ  અનુભવોનો  વડલો એટલે  વડીલ ; હા!                     
–  રાજેન્દ્ર રાવલ
Whatsapp share
facebook twitter