+

જાણો શા માટે ઉજવાય છે ઈદ-ઉલ-અજહા(બકરીઈદ)?

ઈદ-ઉલ-અજહા((બકરીદ)નો તહેવાર આજે આખો  દેશ  ઉજવે છે ત્યારે ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. અને તેના પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઈ પણ ત્યાગ કે બલિદાન માટે તૈયાર રહે. ત્યારે આવો જાણીએ આ સાથે સંકળાયેલી ખાસ વાત ઈદ-ઉલ-અહજા(બકરીદ)ને અરબીમાં ઈદ-ઉલ-જુહા કહે છે. અજહા કે àª
ઈદ-ઉલ-અજહા((બકરીદ)નો તહેવાર આજે આખો  દેશ  ઉજવે છે ત્યારે ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. અને તેના પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઈ પણ ત્યાગ કે બલિદાન માટે તૈયાર રહે.
 ત્યારે આવો જાણીએ આ સાથે સંકળાયેલી ખાસ વાત ઈદ-ઉલ-અહજા(બકરીદ)ને અરબીમાં ઈદ-ઉલ-જુહા કહે છે. અજહા કે જુહાનો અર્થ છે સવારનો સમય એટલે કે સૂર્ય ડૂબ્યા વચ્ચેનો સમય.આ તહેવારને રમજાનના પવિત્ર મહીનાની સમાપ્તિના આશરે 70 દિવસો પછી ઉજવાય છે.
દીકરાના કુરબાની હજરત ઈબ્રાહિમ દ્વારા અલ્લાહના હુક્મ પર તેમના દીકરાની કુર્બાની આપવા માટે તૈયાર થઈ જવાની યાદમાં આ તહેવારને ઉજવાય છે. અલ્લાહ હજરત ઈબ્રાહિમની પરીક્ષા લેવા ઈચ્છતા હતા અને તેથી તેને તેમના દીકરા ઈસ્માઈલની કુરબાની આપવા માટે કહ્યુ.હજરત ઈબ્રાહિમને લાગ્યું કે કુરબાની આપતા સમયે તેની ભાવનાઓ વચ્ચે આવી શકે છે તેથી તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી હતી.
જ્યારે તેને પટ્ટી ખોલી તો જોયું કે મક્કાના નજીક મિના પર્વતની તે બલિની વેદી ઉપર તેનો દીકરો નહી પણ બકરો હતો અને તેની સામે ઉભો હતો. ત્યારથી વિશ્વાસની આ પરીક્ષાના સન્માનમાં વિશ્વભરના મુસલમાન આ અવસરે અલ્લાહમાં તેમની આસ્થા બતાવવા માટે જાનવરની કુરબાની આપે છે.ઈદ-એ-કુરબાનીનો અર્થ છે બલિદાનની ભાવના, અરબીમાં કબ્ર નજીક કે બહુ પાસ રહેવાને કહે છે અર્થ આ અવસરે ભગવાન માણસની ખૂબ નિકટ થઈ જાય છે.
ગોશ્ત(માંસ)ને ત્રણ સમાન ભાગમાં વહેંચાય છે તેથી આ દિવસે દરેક મુસલમાન જે એક કે વધારે જાનવર ખરીદવાની હેસિયત ધરાવે છે, એ જાનવર ખરીદે છે અને કુરબાન રહે છે. તેનું માંસ ત્રણ સમાન ભાગમાં વહેચાય છે. એક ભાગ ગરીબો માટે, એક ભાગ સગા-સંબંધીઓ માટે અને એક ભાગ પોતાના માટે હોય છે.જે રીતે ઈદ પર ગરીબને ઈદી અપાય છે , તે જ રીતે બકરીઈદ પર ગરીબોને માંસ વહેચાય છે.
આ  તહેવારની આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પર  બકરી ઈદની  શુભેચ્છા  આપતા કહ્યું  કે ,”ઈદ-ઉઝ-ઝુહાના અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈ-બહેનોને શુભેચ્છાઓ. ઈદ-ઉઝ-ઝુહાનો તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આપણે આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને રાષ્ટ્રની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.
 આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રમોદીએદેશવાસીઓને  “ઈદ મુબારક! ઈદ-ઉલ-અધા પર શુભેચ્છાઓ  આપી . આ તહેવાર આપણને માનવજાતના ભલા માટે સામૂહિક સુખાકારી અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે.
Whatsapp share
facebook twitter