+

સ્વતંત્રતા દિવસ પર Googleએ બનાવ્યું આ ખાસ Doodle

ભારતને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ અવસર પર દેશ આઝાદીની ઉજવણી કરે છે. આ પ્રસંગે, શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે અને લોકો દેશભક્તિના નારા લગાવે છે. ત્યારે આ ખાસ અવસર પર Google એ પણ ખાસ Doodle બનાવ્યું છે. 15 ઓગસ્ટ 2022 (સ્વતંત્રતા દિવસ) ના રોજ, અમેરિકન સર્ચ એન્જિન ગૂગલ પણ આઝાદીના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. સોમવારે, Google ઇન્ડિયાના હોમ પેજ àª
ભારતને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ અવસર પર દેશ આઝાદીની ઉજવણી કરે છે. આ પ્રસંગે, શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે અને લોકો દેશભક્તિના નારા લગાવે છે. ત્યારે આ ખાસ અવસર પર Google એ પણ ખાસ Doodle બનાવ્યું છે. 
15 ઓગસ્ટ 2022 (સ્વતંત્રતા દિવસ) ના રોજ, અમેરિકન સર્ચ એન્જિન ગૂગલ પણ આઝાદીના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. સોમવારે, Google ઇન્ડિયાના હોમ પેજ પર એક વિશેષ Doodle દેખાયું, જે સ્વતંત્રતાની ઉજવણી સાથે સંબંધિત હતું. ડૂડલમાં બનાવેલી પતંગો પરથી સમજી શકાય છે કે તે 75 વર્ષમાં ભારતે હાંસલ કરેલી ઊંચાઈનું પ્રતિક છે. વાસ્તવમાં, ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ મોટા પાયે પતંગ ઉડાડવામાં આવે છે. દિલ્હીથી યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને પંજાબમાં પણ પતંગ ઉડાવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ 2022 ના ડૂડલમાં સુંદર પતંગ બનાવવાની કળા દર્શાવવામાં આવી છે. આ ગૂગલ ડૂડલમાં કેટલાક લોકો પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે, જ્યારે એક મહિલા પણ પતંગ બનાવતી જોવા મળી રહી છે. આઝાદીના 75 વર્ષ દર્શાવતી પતંગ ખુલ્લા આકાશમાં ઉડી રહી છે. Gif એનિમેશન આ ડૂડલમાં જીવ લાવે છે.
Whatsapp share
facebook twitter