+

શું તમે કરી રહ્યાં છો આ મધનું સેવન ચેતજો ! મધમાં કરાય છે વાયગ્રા અને શિલાજીતની ભેળસેળ

યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મધના ઉત્પાદકોને ભેળસેળ માટે ચેતવણી આપી છે, આ તમામ કંપનીઓ મધના ઉત્પાદનોમાં વાયગ્રા અને શિલાજીત જેવી દવાઓનું મિશ્રણ કરતી હતી. આ તમામ પ્રોડક્ટ્સ માર્કેટમાં વિવિધ સેક્સ ટોનિકના નામ સાથે ઓનલાઇન વેચવામાં આવી રહી છે. સેક્સ ટોનિક તરીકે મધમાં ભેળસેળ કરીને ઉત્પાદનો બનાવ્યામધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ મધના ઘણàª
યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મધના ઉત્પાદકોને ભેળસેળ માટે ચેતવણી આપી છે, આ તમામ કંપનીઓ મધના ઉત્પાદનોમાં વાયગ્રા અને શિલાજીત જેવી દવાઓનું મિશ્રણ કરતી હતી. આ તમામ પ્રોડક્ટ્સ માર્કેટમાં વિવિધ સેક્સ ટોનિકના નામ સાથે ઓનલાઇન વેચવામાં આવી રહી છે. 

સેક્સ ટોનિક તરીકે મધમાં ભેળસેળ કરીને ઉત્પાદનો બનાવ્યા
મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ મધના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. આજકાલ બજારમાં વિવિધ બ્રાન્ડનું મધ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં ભેળસેળ નથી તે  આ જાણવું ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મધની ભેળસેળને લઈને ચાર કંપનીઓને ચેતવણી આપી છે. FDA અનુસાર, આ ચાર કંપનીઓ મધમાં એવી વસ્તુઓનું મિશ્રણ કરીને વેચી રહી હતી જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ તમામ કંપનીઓ સેક્સ પાવર વધારવા માટે મધમાં ભેળસેળ કરીને ઉત્પાદનો  બનાવીને વેચતી હતી. આ તમામ ઉત્પાદનોમાં વાયગ્રા અને શિલાજીત જેવી દવાઓ ભેળવવામાં આવી રહી હતી. પોતાનો ભાંડો ન ફૂટી જાય તે માટે આ કંપનીઓ આ ઇન્ગિડેન્ટની માહિતી પોતાના મધના લેબલ પર  છાપતી ન  હતી. 
 
જાણો કઇ કંપનીઓને અપાઇ ચેતવણી 
આ કંપનીઓને આપવામાં આવી ચેતવણી FDA મંજૂર યુએસ ટોય હની LLC, MKS Enterprise LLC, Shopax.com (Shopaax.com)અને USA Incorporated dba Pleasure Products USA ને નોટિસ લેટર મોકલ્યો છે. આ ચારેય કંપનીઓ અલગ-અલગ વેબસાઈટ પર પોતાની પ્રોડક્ટ વેચતી હતી.
મધના નામે આ તમામ પ્રોડક્ટ્સ સેક્સ પાવર વધારવા માટે અલગ-અલગ નામથી વેચાય છે. જેમ કે ‘ડોઝ વાઇટલ હની ફોર મેન’, ‘સિક્રેટ મિરેકલ રોયલ હની ફોર હર્સ’, ‘કિંગડમ હની રોયલ વીઆઇપી’ વગેરે. આ તમામ ઉત્પાદનોના લેબલ પર વાયગ્રા અને શિલાજીત જેવા ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તમામ પ્રોડક્ટ લેબલ પર અને માત્ર કેવિઅર પાવડર અને તજ જેવા કુદરતી ઘટકોના નામ જ લખવામાં આવ્યા હતા.
 
જાણો આ ચારેય કંપનીઓનો ભાંડો કેવી રીતે ફૂટ્યો 
એફડીએને આ ચાર કંપનીઓના ઉત્પાદનોમાં તપાસ કરતા આ નશીલા પદાર્થો મળ્યાં હતાં. FDA દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સૂચના અનુસાર,આ તમામ મધ ધરાવતા ઉત્પાદનો ખૂબ જ જોખમી છે કારણ કે ગ્રાહકો આ ઉત્પાદનોમાં છુપાયેલા ડ્રગ તેમના શરીરમાં જાય છે. એજન્સીને આ તમામ કંપનીઓના ઉત્પાદનોમાં વાયગ્રા અને એશિયાલિસ જેવી દવાઓના ઘટકો મળી આવ્યા હતા. આ બંને ઘટકોને FDA દ્વારા પ્રતિબંધિત દવા જાહેર કરવામાં આવી છે. જેનો ઉપયોગ માત્ર નપુંસકતાની સમસ્યાથી પીડિત પુરુષોની સારવારમાં જ કરવામાં આવે છે. સાથે જ  આ દવાનો ઉપયોગ માત્ર તબીબી કારણોસર થાય છે. ઉત્પાદનોમાં આ બે દવાઓની ભેળસેળ શા માટે એક ગંભીર મુદ્દો છે. 

ડાયાબિટિસ, કે બ્લ્ડ પ્રેશરની દવા સાથે આ મધનો ઉપયોગ  જીવલેણ 
એફડીએના અધિકારી, જુડી મેકમીકિને જણાવ્યું હતું કે, “આ પ્રકારના મધ ધરાવતા ઉત્પાદનો ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે.  કારણકે  ગ્રાહકો આ ઉત્પાદનોમાં છુપાયેલા ડ્રગના જોખમોથી અજાણ છે,કારણકે આવી ટોનિક લેતી વ્યક્તિના સ્વાસ્થ્ય પર તેની  જોખમી અસરો પડી શકે છે. અને જે ગ્રાહકો ડાયાબિટિસ, કે બ્લ્ડ પ્રેશરની દવા સાથે આ મધનો ઉપયોગ કરે તો અન્ય દવાઓ સાથે આ ડ્રગ્સ વધુ જોખમી અને કેટલાક કિસ્સમાં જીવલેણ સાબિત થઇ શકે છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે. અમે ગ્રાહકોને સેવા આપીએ છીએઅમે ગ્રાહકોને ઓનલાઈન અથવા સ્ટોર્સમાં ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જોઇએ. જેથી કરીને તેઓ તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે તેવા ઉત્પાદનો ખરીદવાનું ટાળી શકે.

Viagra અને Cialis જેવી દવાઓનું સેવન ખૂબ જ ખતરનાક 
IFT સાયન્સ અનુસાર, અજાણતા કે જાણી જોઈને Viagra અને Cialis જેવી દવાઓનું સેવન ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વાયગ્રા PDE5 નામના એન્ઝાઇમની ક્રિયાને અવરોધે છે. PDE5ના કારણે  રક્ત કોશિકાઓને આરામ મળે છે, રક્ત પ્રવાહ વધે છે અને બ્લડ પ્રેશર ઝડપથી ખતરનાક સ્તરે પહોચેં છે. IFT સાયન્સ અનુસાર, Viagra અને Cialis જેવી દવાઓ નાઈટ્રેટ્સ સાથે પ્રતિક્રિયા આપે છે, આવી દવાને ઉપયોગ જે લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ કે હૃદય રોગમાં કરવામાં આવે છે. આના કારણે  તમને જીવનું જાખમ પણ રહેલું છે. 
Whatsapp share
facebook twitter