+

જેલની ખરાબ ‘રોટલી’થી કંટાળી ગયેલા કેદીએ કર્યું કંઇક એવું કે જાણીને તમે ચોંકી જશો

બિહારના બેગુસરાયથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જેલના કેદીએ કોર્ટમાં તારીખ પર રજૂ કરાયો તે દરમિયાન જજની સામે રોટલી બતાવી અને કહ્યું કે આ રોટલી કોઈ જાનવર પણ ન ખાય, પરંતુ જેલમાં  આવી રોટલી કેદીઓને ખાવા માટે આપવામાં આવે છે. કેદીના આવાં અચાનક વલણથી  કોર્ટમાં હાજર સૌ કોઇ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું જ નહીં, કેદીએ જજને એમ પણ કહ્યું કે જો તમને વિશ્વાસ ન હોય તો તમે આ રોટીનો નમૂનà
બિહારના બેગુસરાયથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જેલના કેદીએ કોર્ટમાં તારીખ પર રજૂ કરાયો તે દરમિયાન જજની સામે રોટલી બતાવી અને કહ્યું કે આ રોટલી કોઈ જાનવર પણ ન ખાય, પરંતુ જેલમાં  આવી રોટલી કેદીઓને ખાવા માટે આપવામાં આવે છે. કેદીના આવાં અચાનક વલણથી  કોર્ટમાં હાજર સૌ કોઇ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું જ નહીં, કેદીએ જજને એમ પણ કહ્યું કે જો તમને વિશ્વાસ ન હોય તો તમે આ રોટીનો નમૂનો જાતે જઈને જોઈ લો. 
 
કોર્ટમાં કેદીએ જજને રોટલી બતાવી
વીરપુર પોલીસ સ્ટેશન કેસ નંબર 152/2020માં જેલમાં કેદ રામજાપોએ તેના પુત્ર ચંદન મારફત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ સતીશ કુમાર ઝાને કોર્ટમાં બોલાવ્યા હતાં અને જેલમાંથી લાવેલી સળગેલી રોટલી બતાવીને ન્યાયની આજીજી કરી હતી. ભારતીય બંધારણ મુજબ જેલમાં રહેલા તમામ કેદીઓને બેટાઇમનો આરોગ્યપ્રદ જમવાનું મળવું જોઇએ. આ દરેક માનવીની મૂળભૂત જરુરિયાત છે. ફરિયાદ બાદ કેદીને ખાતરી આપવામાં આવી હતી કે, આ ગંભીર મામલાની તપાસ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામજપ્પો યાદવ નામનો કેદી જ્યારે જેલમાંથી કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યો ત્યારે તેણે પોતાની બેગમાં ડઝનેક રોટલી પણ  સાથે રાખી હતી. કોર્ટમાં કેદીએ જજને રોટલી બતાવીને કહ્યું કે સાહેબ, આ એ જ રોટલી છે જે મને જેલમાં ખાવા મળે છે. આવી રોટલી તો જાનવર પણ ન ખાય! જેલમાં કેદીઓને પ્રાણીઓ કરતા પણ ખરાબ ખોરાક આપવામાં આવે છે.

કાચી- પાકી ગુણવત્તા વગરની બિન આરોગ્યપ્રદ રોટલી પીરસાય છે
કેદીએ ફરિયાદ કરી હતી કે જેલ પ્રશાસન દ્વારા કેદીઓને કાચી- પાકી ગુણવત્તા વગરની બિન આરોગ્યપ્રદ રોટલી આપવામાં આવે છે અથવા ઘણીવાર તો રોટલી વધારે બાળી નાખવામાં આવે છે. ખાસ વાત એ છે કે કેદી પોતે જેલમાં મળેલી રોટલીને લપેટીને કોર્ટમાં જજ સમક્ષ પુરાવારુપે દર્શાવવા માટે લાવ્યા હતા. કેદીએ વધુમાં કહ્યું કે જો વિશ્વાસ ન હોય તો જેલમાં ત્રણ વાગ્યે ભોજન આપવામાં આવે છે, તમે ત્યાં જઇને રૂબરુ પણ જોઈ શકો છો. આ પહેલાં પણ જેલ પ્રશાસનને અવારનવાર આ મુદ્દે ફરિયાદ કરવા છતા બાદ પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે કેદીએ કોર્ટમાં જેલ પ્રશાસન દ્વારા પીરસવામાં આવતા ખરાબ ભોજન અંગે જજ સમક્ષ ફરિયાદ કર્યાના ચોવીસ કલાક જેટલો સમય વીતી જવા છતાં પણ કોઈ દેખીતી કાર્યવાહી કરવામાં આવી નથી. 
Whatsapp share
facebook twitter