+

માલગાડી પાટા પરથી ઉતરી જતાં સર્જાયો ખતરનાક અકસ્માત, જુઓ વિડીયો

ધનબાદ ડિવિઝનના કોડરમા અને માનપુર રેલ્વે સેક્શન વચ્ચે ગુરપા સ્ટેશન પર આજે સવારે 6.24 વાગ્યે કોલસાથી ભરેલી માલગાડીના 53 વેગન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેથી અપ અને ડાઉન લાઈનો પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવને પગલે બરવાડીહ, ગયા, નેસુચબો, ગોમોહ અને ધનબાદથી અકસ્માત રાહત વાહનો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે.વિડીયો વાયરલમાલગાડી પાટા પરથી ઉતરી હોય ત
ધનબાદ ડિવિઝનના કોડરમા અને માનપુર રેલ્વે સેક્શન વચ્ચે ગુરપા સ્ટેશન પર આજે સવારે 6.24 વાગ્યે કોલસાથી ભરેલી માલગાડીના 53 વેગન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેથી અપ અને ડાઉન લાઈનો પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવને પગલે બરવાડીહ, ગયા, નેસુચબો, ગોમોહ અને ધનબાદથી અકસ્માત રાહત વાહનો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે.
વિડીયો વાયરલ
માલગાડી પાટા પરથી ઉતરી હોય તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેશન પર પ્લેટફોર્મ પાસે ઘણાં લોકો ઉભા છે પરંતુ અચાનક ટ્રેન ખતરનાક રીતે સ્ટેશન સુધી આવી અને ટ્રેનને આવી રીતે પ્લેટફોર્મ પર આવતા જોઈને લોકોએ નાસભાગ શરૂ કરી દીધી. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
ટ્રેન વ્યવહાર ખોરવાયો
અકસ્માતને લીધે આ લાઈન પર અપ ડાઉન લાઈનની ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો છે. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. જાણકારી અનુસાર હજારીબાગ ટાઉનથી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, દાદરી માટે જઈ રહેલી 58 વેગનવાળી માલગાડીના 53 ડબ્બા બુધવારે સવારે કોડરમા અને માનપુર વચ્ચે ગુરપા સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા.
બ્રેક ફેઈલ થવાથી સર્જાયો અકસ્માત
દુર્ઘટના પાછળનું કારણ બ્રેક ફેઈલ હોવાનું જણાવાઈ રહ્યું છે. ટ્રેનના લોકો પાયલટ અને ગાર્ડ સુરક્ષિત છે. રેલ સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે માલગાડી કોડરમા સ્ટેશનથી 2.55 વાગ્યે નિકળી હતી. મેઈલ પાસિંગ બ્લોકના કારણે સવારે 4.22 વાગ્યે ગંઝડી સ્ટેશનને ઉભી હતી. અહીંથી લગભગ 5.55 વાગ્યે નિકળી અને લાલબાગ સ્ટેશનને 6.12 કલાકે પાસ કરી જે બાદ ટ્રેન ડ્રાઈવરે બ્રેક ટેસ્ટ કરી પણ તે ફેઈલ થઈ ચુકી હતી. ઈમર્જન્સી બ્રેક લગાવી પણ તે પણ કામ કરી નહી. જે બાદ ગાર્ડનો સંપર્ક કર્યો અને તેની જાણકારી કંટ્રોલને આપી.

Whatsapp share
facebook twitter