
સોશિયલ મીડિયા ( Social media)પર આજ કાલ લાખોમાં વિડીયો ( video)વાયરલ થતાં હોય છે . લગ્ન એ છોકરો અને છોકરી બંને માટે જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. લગ્નનો દિવસ હંમેશા ખૂબ જ આનંદદાયક હોય છે. વર-કન્યા, ઘરના અને મહેમાનો નૃત્ય કરીને આ દિવસને વધુ ખાસ બનાવે છે. લગ્નમાં ઘણી એવી ક્ષણો એવી હોય છે, જ્યારે દુલ્હન અને તેના પરિવારના સભ્યો ખૂબ જ ભાવુક થઈ જાય છે. આવો જ એક વિડીયો દાદાનો પણ વાયરલ થઈ રહ્યો છે જેઓ તેમની પૌત્રીના લગ્નમાં ડાન્સ કરતા ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ‘Jodie Flynn Photography’ના આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેમાં એક દુલ્હન અને તેના દાદા વચ્ચેની કેટલીક ઈમોશનલ પળો રેકોર્ડ કરવામાં આવી છે. વિડીયોમાં દુલ્હન સુંદર સફેદ ગાઉન પહેરીને તેના દાદા સાથે ખૂબ જ ધીમા ડાન્સ કરી રહી છે. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ‘યુ આર માય સનશાઈન’ ગીત વાગતાની સાથે જ બંનેની આંખો ભીની થઈ જાય છે.
આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો ત્યારથી 9.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને આ સંખ્યા દરરોજ વધી રહી છે. આ હૃદયસ્પર્શી વિડીયો કોમેન્ટ્સ અને લાઈક્સથી છલકાઈ રહ્યો છે. આ વીડિયોએ યુઝર્સને ખૂબ જ ભાવુક કરી દીધા છે.