+

ત્રિપુરામાં કડક સુરક્ષા વચ્ચે મતદાનનો પ્રારંભ

ત્રિપુરા (Tripura)માં આજે 60 સભ્યોની વિધાનસભા (Assembly) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. મતદાનને લઈને રાજ્યમાં 3,337 મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓ મુખ્યત્વે BJP-IPFT ગઠબંધન, CPM-કોંગ્રેસ ગઠબંધન અને પૂર્વોત્તર રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજો દ્વારા રચાયેલી પ્રાદેશિક પાર્ટી ટીપ્રા મોà
ત્રિપુરા (Tripura)માં આજે 60 સભ્યોની વિધાનસભા (Assembly) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. મતદાનને લઈને રાજ્યમાં 3,337 મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓ મુખ્યત્વે BJP-IPFT ગઠબંધન, CPM-કોંગ્રેસ ગઠબંધન અને પૂર્વોત્તર રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજો દ્વારા રચાયેલી પ્રાદેશિક પાર્ટી ટીપ્રા મોથા વચ્ચે લડાશે.

સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 3,337 મતદાન મથકો પર મતદાન
ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 3,337 મતદાન મથકો પર કડક સુરક્ષા વચ્ચે મતદાન શરુ થયું છે.  ચૂંટણીમાં મુખ્ય દાવેદારોમાં BJP-IPFT ગઠબંધન, CPI(M)-કોંગ્રેસ ગઠબંધન અને પૂર્વોત્તર રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજ દ્વારા રચાયેલ પ્રાદેશિક પક્ષ ટીપ્રા મોથા છે. મતગણતરી 2 માર્ચે થશે. 

કડક સુરક્ષા વ્યવસ્થા
31,000 મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. 1,100 બૂથને સંવેદનશીલ અને 28ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બારડોવલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધાનપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરી સબરૂમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો ચહેરો છે. ટીપ્રા મોથાના પ્રમુખ પ્રદ્યોત દેબબર્મા ચૂંટણી લડી રહ્યા નથી. ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ 6 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, એક બેઠક પર મૈત્રીપૂર્ણ મુકાબલો થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter