આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં 49મી GST કાઉન્સિલની બેઠક (GST Council Meeting) યોજાવા જઈ રહી છે. GST કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ટ્વિટર દ્વારા આ અંગેની માહિતી આપી હતી.
બજેટ રજૂ થયા બાદ GST કાઉન્સિલની આ પહેલી બેઠક
તમને જણાવી દઈએ કે દેશમાં સામાન્ય બજેટ રજૂ થયા બાદ GST કાઉન્સિલની આ પહેલી બેઠક હશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 49મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં તે આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. જેમાં પાન મસાલા અને ગુટખાના ધંધા પર કરચોરી રોકવા માટે એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના પર ચર્ચા થવાની શક્યતા છે. તેનો હેતુ કરચોરી રોકવાનો છે.
Union Finance Minister @nsitharaman to chair 49th meeting of GST Council in New Delhi today
The meeting is likely to discuss setting up appellate tribunals & mechanisms to curb tax evasion in pan masala & gutkha business. @FinMinIndia @nsitharamanoffc
(File Pic) pic.twitter.com/OE5OJC2VLR
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) February 18, 2023
રાજ્યો સંમત થાય તો પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવી શકાય
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે જો રાજ્યો સંમત થાય તો પેટ્રોલિયમ ઉત્પાદનોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ લાવી શકાય છે. તેમણે કહ્યું, “રાજ્યો સંમત થયા બાદ અમે પેટ્રોલિયમ ઉત્પાદનોને પણ GSTના દાયરામાં લાવીશું. અત્યારે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, હાઈ સ્પીડ ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ઈંધણ GSTના દાયરામાં છે. GST કાઉન્સિલ આ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાનું વિચારી શકે છે.
આ સિવાય બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર GST લગાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.