ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. ઇઝરાયેલી વાયુસેના ગાઝામાં આતંકવાદી સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહી છે જ્યારે ઇઝરાયેલી સૈનિકો ગાઝા પટ્ટીની અંદર કામગીરીમાં વ્યસ્ત છે. ગાઝા પટ્ટીમાં ઉગ્ર લડાઈ ચાલુ છે, જેમાં ઈઝરાયેલી સૈનિકો ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓના વિનાશક હુમલાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં રોકેટ હુમલા, લેન્ડમાઈન અને બેરિકેડ હુમલાનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે તે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ સાથે જોડાયેલા હજારો નવા લક્ષ્યોને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. ગાઝામાં હાલમાં 242 બંધકો છે, જેમાં 30 બાળકોનો સમાવેશ થાય છે, જેમની સલામત બચાવ ઇઝરાયેલી સૈન્ય માટે ટોચની પ્રાથમિકતા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.