+

VIBRANT SUMMIT PM મોદીનું અદભૂત વિઝન: ગૌતમ અદાણી

VIBRANT SUMMIT : અદાણી ગ્રુપે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. ગ્રૂપ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરશે. આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં…

VIBRANT SUMMIT : અદાણી ગ્રુપે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. ગ્રૂપ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરશે. આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે ગાંધીનગરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આ જાહેરાત કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં PM નરેન્દ્ર મોદી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના મોટા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે. આટલું મોટું રોકાણ ચોક્કસપણે ગુજરાતમાં નવી નોકરીઓનું સર્જન કરશે. અદાણી જૂથ દ્વારા આ વિશાળ રોકાણ ગુજરાતમાં 1 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.

Whatsapp share
facebook twitter