+

મહિસાગર જીલ્લામાં વાસ્મોના વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ, જુઓ વીડિયો 

મહિસાગર જીલ્લામાં વાસ્મો દ્વારા ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ મહિસાગર જીલ્લાના જેઠોલા ગામમાં પહોંચી તો જોવા મળ્યું કે ગામમાં બોરવેલ માટેનું સ્ટેશન બનાવાયું છે. ઓન…
મહિસાગર જીલ્લામાં વાસ્મો દ્વારા ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ મહિસાગર જીલ્લાના જેઠોલા ગામમાં પહોંચી તો જોવા મળ્યું કે ગામમાં બોરવેલ માટેનું સ્ટેશન બનાવાયું છે. ઓન પેપર જ્યાં લાઇટ માટેનું સ્ટેશન છે પણ ત્યાં પશુઓનો ચારો નખાયેલો જોવા મળ્યો છે. બોરની મોટર 5ની હોવી જોઇએ પણ 2ની મોટર છે. જો કે ઓન પેપર આ સ્ટોશન બની ગયું છે પણ વાસ્તવીક હકિકત અલગ જ છે.
 
પાણીની પાઇપ નાખેલી છે પણ લોકોને પાણી મળતું નથી
જેઠોલી ગામના સરપંચ  દિપક પંચાલે કહ્યું કે વાસ્મોની લાઇન ઓનપેપર છે અને  ખાલી પાણીની પાઇપ નાખેલી છે પણ લોકોને પાણી મળતું નથી. આ પરા વિસ્તારમાં અઢીથી ત્રણ લાખનું પંપ સ્ટેશન બનાવાનું હતું પણ કોઇ કામગિરી થઇ નથી.
 
ગટરની લાઇનમાં નળની લાઇન જોડી દેવાઇ
ગુજરાત ફર્સ્ટની ટીમ  પાંડરવાડા ગામમાં પહોંચી ત્યારે સ્થાનિક રહિશોએ કહ્યું હતું કે નલ સે જલ યોજના અંતર્ગત અહીં ઘેર ઘેર નળ નંખાયા છે પણ નળમાં પાણી આવતુંનથી. લોકોને  પાણીની ભારે તકલીફ પડી રહી છે.  લોકો બોર બનાવીને કે રઝળપાટ કરીને પાણી મેળવે છે.  સ્થાનિકોએ કહ્યું કે પાણીની બહુ તંગી છે. નલ સે જલ માં નળ છે પણ પાણી આપ્યું નથી. બધાને ઘેર નળ આપેલા છે પણ પાણી આવતું નથી. ગટરની લાઇનમાં નળની લાઇન જોડી દેવાઇ છે અને  ત્રણ ચાર દિવસે પાણી આવે છે.
 
 
Whatsapp share
facebook twitter