MAKARSANKRANTI : આજે છે ઉત્તરાયણનો પર્વ એટલે કે મકરસંક્રાંતિ (MAKARSANKRANTI) આજથી સૂર્યનું ઉત્તરમાં અયન શરૂ થાય છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા શુભ કાર્યોની શરૂઆત થાય છે.. MAKARSANKRANTI માં સૂર્યને સમર્પિત આ પર્વ પર સૂર્યોપાસનાથી સવિષેશ લાભ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયુ છે કે આ એ સમય છે જ્યારે પવિત્ર ભાવથી આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય છે.ને વધુ ચોંકાવનારી વાત એ પણ ખરી કે આ પર્વની ધાર્મિક પરંપરાઓને વિજ્ઞાનનો પણ ટેકો મળે છે..
ઉત્તરાયણ એટલે દેવોના દિવસનો પ્રારંભ
શાસ્ત્ર અનુસાર ઉત્તરાયણ એટલે દેવોના દિવસનો પ્રારંભ. કદાચ એટલે જ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ એટલે કે ઉત્તરાયનને મુક્તિનો પથ ગણાવાયો છે. મૂળ તો પૃથ્વીના પ્રત્યક્ષ એવા સૂર્ય દેવની આરાધનાનો જ આ ઉત્સવ છે.. જે દિવસે સૂર્યઉપાસનાનો વિશેષ લાભ મળે છે..
સંક્રાતિ પર કરેલું પૂજા, દાન સ્નાનાદિનું સો ગણુ પુણ્ય ફળ પ્રદાન કરે છે
ગ્રંથોમાં ઉત્તરાયણના સમયને દેવતાઓનો દિવસ તથા દક્ષિણાયનના સમયને દેવતાઓની રાત દર્શાવાઇ છે.. એટલે દેવતાઓના પ્રભાત કાળમાં સ્નાન, દાન, જપ, તપ, શ્રાદ્ધ તથા અનુષ્ઠાન વગેરેનું વધારે મહત્વ છે. માન્યતા છે કે, સંક્રાતિ પર કરેલું પૂજા, દાન સ્નાનાદિનું સો ગણુ પુણ્ય ફળ પ્રદાન કરે છે. પરિણામે મકર સંક્રાંતિના પર્વ પર પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યને અર્ઘ આપી આદિત્ય દેવની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. લાખો લોકો મકરસંક્રાંતિના પર્વ પર પ્રયાગ, ગંગા અને અન્ય તીર્થક્ષેત્રમાં સ્નાન કરી પવિત્ર થયાની અનુભૂતિ કરે છે અને પાવન ભાવ થકી તેઓ મન સાથે આત્માનો સાક્ષાત્કાર કરે છે. ઉત્તરાયણનાં શુભ દિવસે માત્ર સૂર્ય પુજા જ નથી થતી.. પણ સરસ્વતી ઉપાસના પણ અહીં ફળદાયી ગણાય છે.
સૂર્યનાં કિરણો વધુ સ્વાસ્થયપ્રદ અને ચિત્તની પ્રસન્નતામાં વૃદ્ધિ કરનારા હોય છે
પ્રત્યક્ષ સૂર્યોપાસનાની ધાર્મિક પરંપરા છે તો તેની સામે વૈજ્ઞાનિક અવલોકન કહે છે.. કે જયારે સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગતિ કરતો હોય અર્થાત કર્ક થી મકર સંક્રાંતિ એ દક્ષિણાયન અને સૂર્યની પૂર્વથી ઉત્તર તરફની ગતિ અર્થાત મકરથી મિથુન રાશિની સંક્રાંતિનો સમય એ ઉત્તરાયન કહેવામાં આવે છે. આ સમયમાં સૂર્યનાં કિરણો વધુ સ્વાસ્થયપ્રદ અને ચિત્તની પ્રસન્નતામાં વૃદ્ધિ કરનારા હોય છે. ત્વચાની ચમક વધે છે. સૂર્યના કિરણોના ચમત્કારી અસરને જોઇને આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરા પણ પ્રાચીન સમયથી ચાલી આવી છે. એટલે આ દિવસે સૂર્યના કિરણોમાં થોડીવાર બેસવું જોઇએ અને ઉપાસના કરવી જોઇએ તેવું આપણા વડીલો કહી ગયા છે..
કેવી રીતે થઇ ઉત્તરાયણની શરૂઆત?
પુરાણ કથા અનુસાર જે વ્યક્તિ ભગવાન સૂર્યની પુજા કરે તેના કુષ્ઠ રોગ દૂર થાય છે… પણ શું તમને ખબર છે કે પુરાણોમાં કેવી રીતે શરૂ થઈ હતી ઉત્તરાયણની શરૂઆત? એક વખત ભગવાન સૂર્ય દેવ પત્ની શનિ દેવ અને છાયાનાં ઘેર પહોંચ્યા. શનિદેવ નિર્ધન હોવાનાં કારણે તેમનાં ઘરમાં કોઇપણ પ્રકારની પુજાસામગ્રી ન હતી એટલે પત્ની છાયા અને પુત્ર શનિએ માત્ર તલથી ભગવાનની પુજા કરી. છાયા અને શનિનાં વર્ણની છાયા તલ ઉપર પડવાથી તલ પણ કાળા થઇ ગયા. આથી ભગવાન આદિત્યએ વરદાન આપ્યું કે જે પણ વ્યક્તિ આજના દિવસે તલથી મારી પુજા કરશે તે જે ભૌતિક, દૈહિક અને વૈદિક કષ્ટ કે મુશ્કેલી કયારેય નહિ અનુભવવી પડે.’
જુદા જુદા રાજયોમાં અલગ અલગ નામથી પ્રચલિત
મકર સંક્રાતિએ ભારત દેશનાં જુદા જુદા રાજયોમાં અલગ અલગ નામથી પ્રચલિત છે. આખાયે ભારત વર્ષમાં આ તહેવાર બહુ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે ।। તિળ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા ।। આ વાકયથી તેનો સત્કાર કરવામાં આવે છે. લોકો એકબીજાને ભેટ સોગાદ આપે છે, સૌભાગ્યવતિ સ્ત્રીઓ એકબીજાને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે. તેમનો હળદર કંકુનાં તિલકથી સત્કાર કરે છે.
આ પણ વાંચો – Palatable Massage: Vibrant Gujarat માં આપેવી કીટની વિશેષતાઓ
અહેવાલ-અમિતા