+

શું બસમાં હકડેઠઠ ભરી હતી? ST બસમાંથી બે વિદ્યાર્થીઓ નીચે ખાબક્યા, જુઓ Video

Jamnagar : ધ્રોલ -જોડિયા -જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી નીચે ખાબક્યાની ઘટના સામે આવી છે…બસમાં 125 લોકો સવાર હોવાની મુસાફરોમાં ચર્ચા જાગી હતી. બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી…

Jamnagar : ધ્રોલ -જોડિયા -જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી નીચે ખાબક્યાની ઘટના સામે આવી છે…બસમાં 125 લોકો સવાર હોવાની મુસાફરોમાં ચર્ચા જાગી હતી. બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબક્યા છે. હાલ બંને વિધાર્થીઓને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં લવાયા છે.

ઇજાગ્રસ્તોમાં પિંગળ દુષયતસિંહ પ્રતાપસિંહ (રહે. કુનન્ડ ગામ) અને જાડેજા હરદિપસિહ પબુભા (રહે. ખીરી ગામ) બંને વિદ્યાર્થી જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો છે.

એસટી બસે એકાએક બ્રેક મારતા આ અકસ્માતમાં બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખબકયા છે. જો કે સદનસીબે મુખ્ય માર્ગ પર પાછળથી કોઈ વાહન ન આવતું હોવાથી જાનહાની સર્જાય ન હતી. બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : પોલીસ સમક્ષ હાજર થયા પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જાણો યુવરાજસિંહે શું કહ્યું?

More in :
Whatsapp share
facebook twitter