Surat news: સુરતના ડિંડોલી વિસ્તારમાં સી આર પાટીલની હાજરીમાં સર્વ જ્ઞાતિ સ્નેહ મિલન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. Surat news આ સભામાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેતા સી આર પાટીલ દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. Surat news
અબ કી બાર 400 પાર
સી આર પાટીલે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે તમે મને ચુંટી લાવ્યા તો મારા માથા પર પણ તમારી જવાબદારી છે. જેથી અમે તમારા માટે કામ કરી રહ્યા છે અને પીએમ મોદીના રસ્તે ચાલી રહ્યા છે. પી એમ મોદી 2014માં દેશ સામે ગયા ત્યારે તમે તેમને વડાપ્રધાન બનાવ્યા, 2019માં ફરી બનાવ્યાઅ ને આ વખતે તો નારો છે ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 પાર.
બહેનોને દેશની સુરક્ષાની જવાબદારી પણ આપી
ઈન્દીરા ગાંધીના મૃત્યુ બાદ સહાનુભૂતિમાં તેમને 403 સીટ મળી ત્યારે આ વખતે તેનો રેકોર્ડ પણ આપડે તોડવાનો છે. પીએમ મોદીએ આ દેશની બહેનોને લોકસભામાં પણ 30 ટકા અનામત આપી છે. મોદી સાહેબે બહેનોના ટેલેન્ટને ઓળખી બહેનોને દેશની સુરક્ષાની જવાબદારી પણ આપી છે. દેશની સુરક્ષામાં આકાશ હોય કે દરિયામાં દરેક સેનામાં મોદી સરકારે બહેનોના વધામણાં કર્યા. 26મી જાન્યુઆરીએ ભારતીય સેનાની પરેડમાં 12માંથી 11 પ્લાતુન મહિલાઓના હતા.
મોદી સાહેબે આજે મુસ્લિમ બહેનોને પણ સલામત કરી
જગતના તાત માટે મોદી સરકારે કોઈ પણ વચેટિયા વગર લોન માટે ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યા. પીએમ મોદી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા, મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું, સાહેબે કોંગી લોકોને આમંત્રણ આપ્યું પણ તેઓ રામ ભગવાનમાં માનતા નથી તેમનાથી દુર રેહજો. 3 ટાલખનો કાયદો મોદી સરકારે દૂર કર્યો, મોદી સાહેબે આજે મુસ્લિમ બહેનોને પણ સલામત કરી છે, મારે નવસારી ફોર્મ ભરવા જવાનો છું જેણે આવું હોય આવજો, પણ 7 મી મેના રોજ તમારા ઘરનું, ફળિયા વિસ્તારમાં તમામનું મતદાન થાય તેની જવાબદારી તમારી છે.
આ પણ વાંચો: Surat news ઇતિહાસમાં પહેલીવાર સુરત 73 દિવસ કમિશનર વિનાનું રહ્યું, નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો
આ પણ વાંચો: Surat news: આમાંના કોઈ પણ હથિયાર રાખવા પહેલા વિચારજો, ચુંટણીપંચનું જાહેરનામું
આ પણ વાંચો: Surat news ગાંધીની વિચારધારા લઈ ગાંધીના વેશમાં મત માંગીશ: નૈષદ દેશાઈ