+

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનામત પોલીસ દળના પ્રકલ્પોનું લોકાર્પણ

અહેવાલ – કિશનસિંહ રાઠોડ, ખેડા ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે SRP કેમ્પ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્ય અનામત પોલીસ…

અહેવાલ – કિશનસિંહ રાઠોડ, ખેડા

ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે SRP કેમ્પ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

રાજ્ય અનામત પોલીસ દળના સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના બિલ્ડીંગ બી કેટેગરી – ૨૮૦ મકાનો, ડિસ્પેન્સરી એમ ટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો, તેમજ બેન્ડ ઓફિસનું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ અતુલ કુમાર બંસલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, જિલ્લા કલેકટરશ્રી કે.એલ. બચાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અને તમામ ધારાસભ્યો કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં રાજ્ય અનામત પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – મહીસાગર પોલીસે 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

Whatsapp share
facebook twitter