+

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને શ્રીફળનો શણગાર કરાયો, જુઓ તસવીરો

સાળંગપુર હનુમાનજી દાદા ને શ્રીફળનો શણગાર કરાયો વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના કર્યા દર્શન ધનુર માસ નિમિતે દાદાને અનોખો કરાયો શણગાર યાત્રાધામ સાળંગપુર (Salangpur)માં આજે શનિવારના દિવસે શ્રીહનુમાનજી મહારાજ (Hanumanji Maharaj)ને શ્રીફળનો શણગાર કરાયો છે. શનિવાર હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.ધનુર માસ નિમિતે શ્રીફળનો શણગારà
  • સાળંગપુર હનુમાનજી દાદા ને શ્રીફળનો શણગાર કરાયો 
  • વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના કર્યા દર્શન 
  • ધનુર માસ નિમિતે દાદાને અનોખો કરાયો શણગાર 
યાત્રાધામ સાળંગપુર (Salangpur)માં આજે શનિવારના દિવસે શ્રીહનુમાનજી મહારાજ (Hanumanji Maharaj)ને શ્રીફળનો શણગાર કરાયો છે. શનિવાર હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

ધનુર માસ નિમિતે શ્રીફળનો શણગાર
આજ રોજ દાદાનો પ્રિય વાર એટલે શનિવાર અને શનિવારના પવિત્ર દિવસે હનુમાનજી દાદાને શ્રીફળના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે. ખાસ ધનુર માસ ચાલી રહ્યો છે ત્યારે સાળંગપુર કષ્ટભંજન દેવને આજે ધનુર માસ નિમિતે શ્રીફળના શણગાર  કરવામાં આવ્યા છે. 

વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના કર્યા દર્શન 
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા દરેક તહેવારો ઉત્સાહ થી ઉજવવામાં આવે છે ત્યારે હાલ ઘનુર માસ નિમિતે હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારના વાઘા નો શણગાર ધરાવવામાં આવે છે ત્યારે આજે દાદાના શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને શ્રીફળના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતો સાળગપુર આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter