Gandhinagar : ગુજરાત ફર્સ્ટની ટીમ કલોલના જ એજન્ટ પ્રણવ બારોટના ઘેર પહોંચ્યું હતું. ટીમ પહોંચતા જાણવા મળ્યું કે પ્રણવ બારોટ છેલ્લા 3 દિવસથી પોતાના ઘેર નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પરિવારે કહ્યું કે પ્રણવ જમીનની લે વેચનું કામ કરે છે અને જમીનોના ધંધાના તેના દુશ્મનોએ તેનું નામ પોલીસમાં લખાવ્યું છે. પોતાનો પુત્ર આવું ક્યારેય કરી ના શકે તેવો બચાવ પરિવારે કર્યો હતો.