ગુરુવારે બૃહસ્પતિ દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસ બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ સારો માનવામાં છે. બૃહસ્પતિ દેવની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત સતત 16 ગુરુવાર સુધી કરવામાં છે . જોકે, આ વ્રતમાં અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે . તો આવો જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે .
ગુરુવારે આ વ્રત નિયમ પ્રમાણે કરવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. તેમની પૂજામાં પીળા ફૂલ, પીળી વસ્તુઓ, ચણાની દાળ, પીળી મીઠાઈ, સૂકી દ્રાક્ષ, પીળા ચોખા અને હળદર અર્પણ કરવામાં છે. આ ઉપરાંત હળદરમાં પાણી નાખીને અભિષેક કરવામાં આવે છે .
ગુરુ બૃહસ્પતિને પ્રિય છે આ વસ્તુઓ :
જ્યોતિષવિદ્યા મુજબ, ગુરુ બૃહસ્પતિનું સ્થાન સૌથી ઊંચું છે . બધા ગ્રહોમાં તેમનું પહેલું સ્થાન છે . તેમનું પ્રિય ફૂલ જાસ્મિન છે . આ ફૂલથી પૂજા કરવાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે .આ દિવસે પીળા રંગની ખાવાની વસ્તુ અને પહેરવાની વસ્તુઓથી આપણને ખૂબ લાભ થાય છે .
આ વ્રત જો વિદ્યાર્થી કરે તો તેમને સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે . બુદ્ધિનો વિકાસ પણ ઝડપથી થશે, સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધશે. જે પુરુષો અને સ્ત્રીઓને લગ્નમાં વિધ્ન આવતા હોય છે તેઓ પીળા રંગના દાગીના અને કપડા પહેરે તો તેમને લાભ થશે.ગુરુ બૃહસ્પતિની પૂજામાં ચણાની દાળ અત્યંત મહત્વની માનવામાં આવે છે . આ દિવસે ચણાની દાળ અને ચોખા ભેગા કરી ખીચડી બનાવી એનો ભોગ ગુરુ બૃહસ્પતિ ધરાવવાથી અને એનો પ્રસાદ ખાવાથી પુણ્ય મળે છે .
જવેરાતોમાં પીળા રંગના ઇન્દ્રનીલ મણિ ગુરુ બૃહસ્પતિને ખૂબ પ્રિય છે . આ દિવસે એને ધારણ કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે . બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે સોના, તાંબું અને કાંસાની ધાતુઓની ખરીદી કરવાથી અને એનું દાન કરવું શુભ માનવામાં આવે છે .