આજે વસંત પંચમીનો દિવસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે પાનખર ખતમ થાય છે અને વસંત શરૂ થાય છે. વસંતઋતુમાં દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે. વસંત પંચમીને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રાચીન સમયથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનો કાયદો છે. માતા સરસ્વતી જ્ઞાન, વિદ્યા, સંગીત, કળા અને વાણીની દેવી છે.
આ દિવસે લગ્ન માટે વણજોયું મુહૂર્ત રહેશે
વણજોયા મુહૂર્તનો દિવસ એટલે વસંત પંચમી. આ દિવસે લગ્ન માટે વણજોયું મુહૂર્ત રહેશે, જમીન, પ્રોપર્ટી, વાહન ખરીદી માટે આજે શ્રેષ્ઠ સમય છે. આપણે જેમ ઉત્સવ ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. આ પર્વમાં લગ્ન-વાસ્તુ માટે વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. ગુજરાતમાં આજના દિવસોમાં મોટી સંખ્યામાં લગ્ન છે. વળી જો અમદાવાદની જ વાત કરીએ તો અહીં અંદાજે 2000 થી વધુ લગ્ન છે. એટલું જ નહીં આજે વણજોયું મુહૂર્ત હોવાના કારણે લોકો વાહન ખરીદવા માટે શોરૂમની બહાર પરિવાર સાથે જોવા મળી રહ્યા છે.
આજના આ ખાસ દિવસે શું ન કરવું જોઇએ
વસંત પંચમી પર કાળા, લાલ કે ઘેરા રંગના કપડાં ન પહેરવા જોઇએ. કોઈને પણ અશુભ ન બોલવું. એવી માન્યતાઓ છે કે આ દિવસે દેવી સરસ્વતી તમારી જીભ પર બિરાજે છે. તેથી જ તમે જે કહ્યું તે સાચું હોઈ શકે છે. તેથી જ કોઈ માટે અપમાનજનક અથવા ખોટા શબ્દોનો ઉપયોગ કરશો નહીં. ઉપરાંત, માંસ અને આલ્કોહોલનું સેવન ટાળો. આ દિવસે વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીને વચન આપવું જોઈએ કે તેઓ આખું વર્ષ સખત અભ્યાસ કરશે.
માતા સરસ્વતીની ઉત્પત્તી વસંત પંચમીના દિવસે થઇ હતી
ધાર્મિક માન્યતા મુજબ માતા સરસ્વતીની ઉત્પત્તી વસંત પંચમીના દિવસે થઇ હતી. આજે માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવે છે. બ્રહ્માજીના માનસમાંથી મા સરસ્વતી પ્રગટ થયા હતા. વસંત પંચમીએ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. રતિ અને કામદેવની પણ વસંત પંચમીએ પૂજા કરવામાં આવે છે.
શિયાળાની ઋતુ ખતમ અને વસંતઋતુની શરૂઆત
વસંત પંચમીને સરસ્વતી પૂજા, શ્રી પંચમી, મધુમાસ અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીના દિવસે શિયાળો ખતમ થાય છે અને વસંતઋતુની શરૂઆત થાય છે. વસંતઋતુને ખૂબ જ આનંદદાયક ઋતુ માનવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.