+

અડધું અંગ કપાયા બાદ પણ વાત કરતા રેલ્વે કર્મીનો વિડીયો વાયરલ

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક સ્યુસાઇડ વિડીયો સામે આવ્યો છે. જેમાં કાનપુરના રેલ્વેના એક કર્મચારીએ રજા ન મળતાં રેલ્વે ટ્રેક પર પડતું મૂકી જીવ આપી દીધો. માણસ જાત ક્યારેક નાના કારણે અમૂલ્ય જીંદગી ખોઇ બેસતો હોય છે. આ ઘટના કાનપુરની છે. જેમાં એક રેલવે કર્મચારીએ ટ્રેનની આગળ પડતું મૂકીને જીવ આપી દીધો હતો. તે રેલવેમાં ટ્રેકમેન તરીકે કામ કરતો હતો. આ સ્યુસાઇડનો ચોંકાવનારો વિડીયો સામે આવ્àª
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક સ્યુસાઇડ વિડીયો સામે આવ્યો છે. જેમાં કાનપુરના રેલ્વેના એક કર્મચારીએ રજા ન મળતાં રેલ્વે ટ્રેક પર પડતું મૂકી જીવ આપી દીધો. માણસ જાત ક્યારેક નાના કારણે અમૂલ્ય જીંદગી ખોઇ બેસતો હોય છે. આ ઘટના કાનપુરની છે. જેમાં એક રેલવે કર્મચારીએ ટ્રેનની આગળ પડતું મૂકીને જીવ આપી દીધો હતો. તે રેલવેમાં ટ્રેકમેન તરીકે કામ કરતો હતો. આ સ્યુસાઇડનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે ટ્રેનની નીચે અડધું શરીર કપાઇ ગયું હતું તેમ છતાં આ વ્યક્તિ એકદમ શાંત દેખાતો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે પાટા પર શાંતિથી સૂતેલા વ્યક્તિના ચહેરા પર કોઇ પીડા જોવા મળતી નથી. જીવિત દેખાતી આ વ્યક્તિનું શરીર કમરના નીચેના ભાગથી અડધું કપાઇ ગયેલું છે. આ વ્યક્તિ ઘાયલ અવસ્થામાં વાત કરી રહ્યો છે કે, તેને કામ પરથી રજા મળી ન હતી અને તેને પોતાના સાળાના લગ્નમાં જવાનું હતું. જોત જોતામાં તેની આંખો બંધ પણ થઇ જાય છે. નિષ્ણાંતોના મતે ઘણીવાર વધુ પડતું લોહી નીકળી જવાથી પણ માણસને પીડાનો અહેસાસ થતો નથી.

નોકરીમાં રજા ન મળવાને કારણે આપ્યો જીવ
કાનપુરના પનકી રેલ્વે સ્ટેશન પર સ્યુસાઇડની આ ઘટના થઇ હતી. આત્મહત્યાની માહિતી મળતાં GRPના કર્મચારીઓએ ટ્રેકમેનનો મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક ટ્રેકમેન રમેશ યાદવ હતો. તેના પિતાની જગ્યાએ તેને રેલ્વેમાં નોકરી મળી હતી. પતિના મોતની જાણકારી મળતાં જ પત્ની બેભાન થઈ ગઈ હતી. પરિવારે જણાવ્યું હતું કે, રમેશના સાળાના લગ્ન 19 ફેબ્રુઆરી થવાના છે. તેમાં જવા માટે રમેશે પોતાના ઈન્ચાર્જ ચિત્રેશ કુમાર તિવારી પાસે રજા માગી હતી. રજા ન મળવાને કારણે તે દુવિધામાં હતો. આ જ કારણસર સોમવારે રમેશે ટ્રેનની સામે પડતું મૂકીને જીવ આપી દીધો હતો.
 રેલ્વે કર્મીઓમાં આ ઘટનાના ઘેરાં પ્રત્યાધાત  પડ્યાં
 આ ઘટનાના ઘેરાં પ્રત્યાધાત કર્મચારીઓમાં પડ્યાં હતાં. નારાજ રેલવે કર્મચારીઓ અનિશ્ચિત મુદતના ધરણાં કર્યા છે. તેઓ દોષિત રેલ્વે કર્મચારી સી.કે.તિવારી અને અજય તિવારીને હટાવવાની માગ કરી રહ્યાં છે. આ મદ્દે કાનપુર, આગરા અને ઝાંસી મંડલના રેલવે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી બંને અધિકારીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામનો બહિષ્કાર કરશે.
Whatsapp share
facebook twitter