Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Heavy Rain : બોરસદમાં 4 કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ…

01:13 PM Jul 24, 2024 | Vipul Pandya

Heavy Rain : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર તૂટી પડ્યા છે. આણંદના બોરસદમાં 4 કલાકમાં સાડા 12 ઇંચ વરસાદ (Heavy Rain) ખાબક્યો છે જેના પરિણામે બોરસદ સહિત આસપાસના વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ઉપરાંત ભુચ અને તિલકવાડામાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં આણંદ, વડોદરા, ભરૂચને મેઘરાજાએ ઘમરોળ્યું છે જેથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

4 કલાકમાં બોરસદમાં સાડા 12 ઈંચ વરસાદ

આણંદના બોરસદમાં બારે મેઘ ખાંગા થયા છે. વીતેલા 4 કલાકમાં બોરસદમાં સાડા 12 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે છેલ્લા બે કલાકમાં બોરસદમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.

નર્મદાના તિલકવાડામાં સાડા 7 ઈંચ વરસાદ

વીતેલા બે કલાકમાં રાજ્યના 96 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે જેમાં નર્મદાના તિલકવાડામાં સાડા 7 ઈંચ વરસાદ અને ભરૂચમાં સાડા 6 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. નસવાડીમાં સાડા 5 ઈંચ વરસાદ વરસ્યો છે તો ઝઘડિયા અને હાંસોટમાં સાડા 4 ઈંચ વરસાદ પડ્યો છે.

વડોદરામાં સાડા 3 ઈંચ

ઉપરાંત નાંદોદ અને અંકલેશ્વરમાં સાડા 4 ઈંચ વરસાદ અને જોડિયા, વાગરા, શિનોરમાં સાડા 3 ઈંચ પડ્યો છે. વાલિયા, માંગરોળ, વડોદરામાં સાડા 3 ઈંચ અને ગરૂડેશ્વર, મહુવા, બગસરામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. નેત્રંગ, ઉમરપાડા, પાદરા, ડેડિયાપાડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

વડોદરામાં ભારે વરસાદ પડતાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ

વડોદરામાં ભારે વરસાદ પડતાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ચોમાસામાં પહેલીવાર વિશ્વામિત્રી નદી 9 ફૂટ પર પહોંચી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. છેલ્લા બે કલાકમાં આણંદ, વડોદરા, ભરૂચને મેઘરાજાએ ઘમરોળ્યું છે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો–Weather Alert : બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ