Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શા માટે વસંતપંચમી લગ્ન માટે વણજોયું મુહૂર્ત ગણાય છે?

11:54 PM Apr 25, 2023 | Vipul Pandya

આજે વસંતપંચમી હિન્દુ ધરમગ્રંથોમાં આજના દિવસને હિંદુધર્મ શાસ્ત્રનો valentine’s day તરીકે ઓળખાય છે. આજે ગુજરાત માં 10 હજારથી વધુ લગ્ન યોજાશે. વસંપંચમીના દિવસ શૂભ કાર્ય કરવા માટે વણજોયું કે વણમાગ્યું વસંતપંચમીનું શૂભ મુહૂર્ત ગણાય છે.
જાણીતા જ્યોતિષી આશિષ રાવલે શું કહ્યું?
શ્રી પંચમી, મદન પંચમી, જ્ઞાન પંચમી, સરસ્વતી પૂજા, શિક્ષાપત્રી વાંચન જેવા નામોથી ઓળખવામાં આવે છે. આજના શુભ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે કોઈપણ મુહૂર્ત જોયા વગર આખો દિવસ શુભ કાર્ય કરવા માટે શુભ ગણાય છે. શકાય કારણ કે, ગોચર ગ્રહ પરિભ્રમણમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન રાશિ ચંદ્ર(ગુરૂના ઘરનો)ધન રાશિમાં મંગળ-શુક્ર, મકર રાશિમાં સુર્ય-બુધ-શનિ જેવા ત્રણ ગ્રહોની યુતિ જયારે કુંભ રાશિમાં ગુરુ રહેવાથી તમામ શુભ કાર્ય કરવા માટે ગ્રહોનું બળ વધી જાય છે. આવા દિવસે રવિયોગ,પંચક યોગ,અખંડ લક્ષ્મીયોગ તેવા શુભ યોગો બનતા હોવાથી અપ્રાપ્ય અને દુર્લભ ગણાવી શકાય.આવા દિવસે લગ્ન પ્રસંગો ઉપરાંત સગાઈ, વાસ્તુપૂજન, ગૃહ પ્રવેશ, નવી ઓફિસ ઉદ્ઘાટન, નવા કરારો, જમીન મકાન-મિલકતના સોદાઓ કે અન્ય મહત્વના ખરીદી કરવાનું મહત્વ રહેલું છે.
શિક્ષણમાં નબળાં વિદ્યાર્થીઓએ કરવા જોઇએ આ ઉપાય
આજના શુભ દિવસે કરેલાં કાર્યોમાં અનેકગણું ફળ આપે છે.  આજથી શરૂ થતાં કાર્યો નિર્વિઘ્ન સંપન્ન થાય છે.ખાસ કરીને વિદ્યાર્થી ગણે સરસ્વતી માતાજીનું પૂજન,અર્ચન,ધૂપ-દીપ કરી સ્તુતિ વંદના કરી વિદ્યાઆરંભ  કરવો જોઈએ.જેનાથી સરસ્વતી દેવીની વિશેષ કૃપા મળતી હોય છે. ગાયત્રીમંત્રનો જાપ કરવો જોઈએ.
જો કોઈ પતિ-પત્ની વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય અને જેમના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય એ લોકોએ પણ વસંત પંચમીના દિવસે પીળા ફૂલોથી દેવી દૂર્ગાનુ પૂજન કરવુ જોઈએ. આનાથી બંને વચ્ચેનો તણાવ અને અંતર દૂર થઈ જાય છે. 
આજના શુભ મુહૂર્ત
  • અભિજીત મુહૂર્ત – 12:18 PM – 01:02 PM
  • અમૃત કાળ – 11:18 AM – 12:55 PM
  • બ્રહ્મ મુહૂર્ત- 05:33 AM – 06:21 AM
વસંપંચમીના શુભ દિવસે સંપ્રદાયો કરે છે વિશેષ ઉજવણી
સ્વામિનારાયણ મંદિરમાં આવા દિવસે ભગવાન ને શિક્ષાપત્રી વાંચન કરવામાં આવે છે.ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક સરસ્વતી પૂજન, ગાયત્રી ચાલીસા,શતક પાઠ કરવામાં આવશે તેમ જ અમુક ખાનગી,જાહેર ટ્રસ્ટો કે લોકગીત સંસ્થા દ્વારા યુવક-યુવતીઓના સામૂહિક લગ્ન પ્રસંગો યોજાશે.