Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ચાલુ વરસાદે ડિવાઇડરનું રંગરોગાન કરી પૈસાનો વેડફાટ

02:46 PM Sep 27, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) માં ચાલુ વરસાદે રોડ-રસ્તા પર કાર્પેટીંગ કરીને લોકોના નાણાંનો વેડફાટ કરવાનું હવે જુનું થયું. હવે પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલુ વરસાદે ડિવાઇડરને રંગરોગાન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આ ઘટના સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ ઉજાગર કરી છે. આ મામલે સામે આવતા જ સુપરવાઇઝરને જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હતા. અને આખરે કામગીરી રોકવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદી માહોલ છે

વડોદરાના પાલિકા તંત્રના સ્માર્ટ કોન્ટ્રાક્ટરોનું ભોપાળું અવાર-નવાર સામે આવતું રહે છે. ક્યારેક ચાલુ વરસાદે રોડ પર કાર્પેટીંગનું કામ કરતા તેઓ નજરે પડે છે, તો ક્યારેક તો પેવર બ્લોક પર જ ડામર પાથરીનું તેનું કાર્પેટીંગ કરી દેવામાં આવે છે. આ બધી ઘટનાઓ સામે આવ્યા બાદ પણ તંત્ર કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં કોઇ દેખરેખ રાખી નથી રહ્યું. આવી જ વધુ એક ઘટના આજે સામે આવવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદી માહોલ છે, તેવામાં પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડરને કાળા અને પીળા પટ્ટાઓ મારવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.

નાણાંના વેડફાટ અંગે અણિયારા સવાલો પુછ્યા

આ મામલો સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ ઉજાગર કર્યો છે. પાલિકાના વહીવટી વોર્ડ નં – 2 માં આવતા સમા વિસ્તારમાં આજે ચાલુ વરસાદે ડિવાઇડરનું રંગરોગાન કરવામાં આવતું હોવાનું જોવા મળતા તેઓ પહોંચ્યા છે. અને તેમણે સુપરવાઇઝરને શોધીને આ રીતે લોકોના નાણાંના વેડફાટ અંગે અણિયારા સવાલો પુછ્યા હતા. જેનો જવાબ આપવામાં તેને ફાંફાંસ પડી ગયા હતા. આશરે એક કિમી જેટલો ડિવાઇડરનો પટ્ટો વરસાદમાં રંગી કાઢવામાં આવ્યો હોવાનો આરોપ તેમના દ્વારા મુકવામાં આવ્યો છે.

જવાબ આપવામાં ફાંફાં પડી ગયા

સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ એક પછી એક સવાલો પુછતા સુપરવાઇઝરને જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હતા. અને આખરે કામ બંધ કરાવીને લોકોના નાણાંનો વેડફાટ તેમણે અટકાવ્યો હતો.

આ પણ વાંચો — VADODARA : વિશ્વામિત્રી નદી કિનારાના દબાણો દુર કરવા પાલિકાનું લશ્કર પહોંચ્યું